Health Tips: કોરોના કાળમાં ફેફસાંને ફિટ રાખવા માટે કરો આ ઉપાય, લંગ્સની મજબૂતી જરૂરી
હેલ્થ:ખુલ્લીને શ્વાસ લેવો તે આજકાલની લાઇફ સ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી છે. થોડી મિનિટની ડીપ બ્રિથિંગ સ્ટ્રેસ અને એગ્જાઇટીથી આરામ આપે છે. લાંબા અને ઊંડા શ્વાસ લેવાની એક્સરસાઇઝથી ફેફસાં મજબૂત થાય છે.
![Health Tips: કોરોના કાળમાં ફેફસાંને ફિટ રાખવા માટે કરો આ ઉપાય, લંગ્સની મજબૂતી જરૂરી deep breathing can help in anxiety and stress strengthen your lungs by deep breathing corona virus Health Tips: કોરોના કાળમાં ફેફસાંને ફિટ રાખવા માટે કરો આ ઉપાય, લંગ્સની મજબૂતી જરૂરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/15/09957c2c69bc3466dce477d582faa011_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હેલ્થ:ખુલ્લીને શ્વાસ લેવો તે આજકાલની લાઇફ સ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી છે. થોડી મિનિટની ડીપ બ્રિથિંગ સ્ટ્રેસ અને એગ્જાઇટીથી આરામ આપે છે. લાંબા અને ઊંડા શ્વાસ લેવાની એક્સરસાઇઝથી ફેફસાં મજબૂત થાય છે.
આજકાલ કોરોના વાયરસના કારણે લોકો તેના ફેફસાંની ફિટનેસને લઇને વધુ સજાગ થયા. ફેફસાંની ફિટનેસ માટે પ્રાણાયમ ઉત્તમ વ્યાયામ છે. લાંબા શ્વાસ લેવાની બદલે જ્યારે આપણે નાના-નાના ટૂંકા શ્વાસ લઇએ છીએ તેની સ્વશ્નન પ્રણાલી પર ખરાબ અસર થાય છે.
ડીપ બ્રિથિંગ શું છે?
જ્યારે આપ નાકના માધ્યમથી હવાને અંદર ખેંચો છો અને પછી ધીરે ધીરે કે પછી ઝડપથી પેટને ઢીલું છોડો તો શ્વાસ બહાર નીકળે છે. તેને ડીપ બ્રિથિંગ એટલે કે ઊંડા શ્વાસ લેવા કહેવાય છે. આ એકસરસાઇઝમાં ફેફસાની અંદરની સારી રીતે હવા ભરાઇ જાય છે. જેના કારણે તેને વધુ ઓક્સિજન મળે છે. પ્રાણાયામમાં ડીપ બ્રિથિગ પર જ ફોક્સ કરાય છે. કપાલભાતિ, અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ ઊંડા શ્વાસ લઇને સ્વશ્નન તંત્રને મજબૂત બનાવવા માટેનો પ્રાણાયામ છે. આ ફેફસાંને મજબૂત કરતા શ્રેષ્ઠ વ્યાયામ છે.
પ્રાણાયામનાં ફાયદા
પ્રાણાયામથી ફેફસામાં ઓક્સિજન વધુ સમય સુધી રહે છે તેનાથી શરીરના ઓર્ગનમાં પણ ઓક્સિજન સારી રીતે પહોંચે છે. પ્રાણાયામથી ન માત્ર ફેફસા પણ બીજા ઓર્ગનને પણ ઓક્સિજન સારી રીતે મળતાં તેની ફિટનેસ પણ જળવાય રહે છે. ડીપ બ્રિથિંગથી બીજા પણ અનેક ફાયદા થાય છે.
તણાવ ઓછો થાય છે
તણાવને ઓછો કરવાનો ઉપાય પણ પ્રાણાયામમાં છે,. ઉડાં શ્વાસ લેવાથી અને છોડવાથી માનસિક તણાવ ઓછો થાય છે. ઉડાં શ્વાસ લેવા માટે આપ કોઇ પણ પ્રાણાયામ કરી શકો છો. તેનાથી તન અને મન બંને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
અન્ય ફાયદા
જો યોગ્ય પોશ્ચરમાં બેસીને ઊંડા શ્વાસ લેવામાં આવે તો ફેફસાની સાથે તે આખા શરીરની હેલ્થ માટે કારગર સાબિત થાય છે. નિયમિત પ્રાણાયામ આપને અંદરથી ફિટ રાખે છે. જેના કારણે આપ હેલ્થી અને હેપી ફીલ કરી શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)