Defence News: ચીન-પાકિસ્તાનની હવે ખેર નહીં, 'પ્રલય'ને લઈને મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય
વરિષ્ઠ સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, રક્ષા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સશસ્ત્ર દળો માટે લગભગ 120 મિસાઇલોના સંપાદન અને સરહદો પર તેમની તૈનાતીને મંજૂરી આપવામાં આવી છે.
Pralay Ballistic Missiles: ચીન સરહદે ભારે તણાવ વચ્ચે મોદી સરકાર પણ આક્રમક વલણમાં છે. મોદી સરકારે હવે વધુ એક મોટો નિર્ણય લેતા પ્રયલ બેલાસ્તટિક મિસાઈલને તૈનાત કરવાની મંજુરી આપી દીધી છે. સાથે જ આ ખતરનાક મિસાઈલ પાકિસ્તાન સરહદે પણ તૈનાત કરી શકાશે. આ મિસાઈલ 150 થી 500 કિલોમીટરની વચ્ચે દુશ્મનના નિશાનને નષ્ટ કરી શકે છે.
મોદી સરકારે એક મોટા નિર્ણયમાં સંરક્ષણ મંત્રાલયે ચીનની સરહદ પર વધી રહેલી આક્રમકતા વચ્ચે સશસ્ત્ર દળો માટે લગભગ 120 પ્રલય બેલેસ્ટિક મિસાઇલોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. આ બેલેસ્ટિક મિસાઈલોને ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવામાં આવશે. હાલમાં પ્રલય બેલેસ્ટિક મિસાઇલો 150 થી 500 કિલોમીટર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે અને દુશ્મન માટે ઇન્ટરસેપ્ટર મિસાઇલો દ્વારા પણ તેનાથી બચવું અત્યંત મુશ્કેલ છે.
વરિષ્ઠ સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, રક્ષા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સશસ્ત્ર દળો માટે લગભગ 120 મિસાઇલોના સંપાદન અને સરહદો પર તેમની તૈનાતીને મંજૂરી આપવામાં આવી છે. આ બેલેસ્ટિક મિસાઈલોના હસ્તાંતરણને દેશ માટે એક મોટા ડેવલપમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન બંને પાસે બેલેસ્ટિક મિસાઈલો છે જે વ્યૂહાત્મક ભૂમિકા માટે છે.
મિસાઇલોની રેન્જ વધારી શકાય
સૂત્રોએ જણાવ્યું કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસિત મિસાઈલમાં વધુ સુધારો કરવામાં આવી રહ્યો છે અને જો સેના ઈચ્છે તો તેની રેન્જમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. મિસાઇલ સિસ્ટમને વિકસીત કરવાનનું કામ 2015ની આસપાસ શરૂ આવ્યું હતું અને આવી ક્ષમતાના વિકસિત કરવાને દિવંગત CDS જનરલ બિપિન રાવતે આર્મી સ્ટાફના વડા તરીકે પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
બે વાર સફળ પરીક્ષણ
આધુનિક 'પ્રલય' મિસાઈલને ખાસ કરીને ઈન્ટરસેપ્ટર મિસાઈલને હરાવવા માટે જ તૈયાર કરવામાં આવી છે. તે હવામાં જ ચોક્કસ મર્યાદા નક્કી કર્યા બાદ તેનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલનું ગયા વર્ષે બે વાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પહેલા એરફોર્સમાં સામેલ કરવામાં આવશે
આ મિસાઈલને પહેલા ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે, ત્યારબાદ ભારતીય સેનામાં સામેલ થવાની સંભાવના છે. આ દરખાસ્તને સંરક્ષણ મંત્રાલયના સ્તરે મંજૂરી આપવામાં આવી છે અને તેણે સશસ્ત્ર દળોમાં ઉત્પાદન અને સામેલ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, આવી મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ લાંબા અંતરની દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવા માટે થઈ શકે છે.
આ મિસાઇલોને સામેલ કરવાના પ્રસ્તાવને એવા સમયે મંજૂર કરવામાં આવ્યો છે જ્યારે સંરક્ષણ દળો એક ડેડિકેટેડ રોકેટ ફોર્સ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે જે દુશ્મનના લક્ષ્યોને દૂરથી જ ધ્વસ્ત કરી શકે. ચીનની સેના પાસે પહેલેથી જ ડેડિકેટેડ રોકેટ ફોર્સ છે.
33 ફૂટની રડારમાં વરસાવસે કહેર
પ્રલય મિસાઈલની ટાર્ગેટ ધ્વસ્ત કરવાની ચોકસાઈ 10 મીટર એટલે કે 33 ફૂટ છે. એટલે કે જો આ મિસાઈલના ટાર્ગેટ 33 ફૂટની ત્રિજ્યામાં આવે તો પણ તે એટલું જ નુકસાન પહોંચાડશે જેટલું તે ચોક્કસ લક્ષ્ય પર હિટ કરવાથી કરે છે. શોર્ટ રેંજ મિસાઈલ હોવાનો ફાયદો એ છે કે સેના તેને દેશની પશ્ચિમી કે પૂર્વ કે ઉત્તરીય સરહદ પર તૈનાત કરીને છોડવામાં આવે તો જ નિર્ધારિત એરિયામાં વિનાશ વેરશે જેટલો નિશ્ચિત કરવામાં આવ્યો છે.