શોધખોળ કરો

ગુજરાત બાદ હવે દિલ્લીમાં પણ નાઈટ કર્ફ્યુ હટાવાયું, 1 એપ્રિલથી દિલ્લીવાસીઓને આ છૂટછાટો મળશે

રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. આ સાથે કોરોના પોઝિટીવીટી રેટ પણ ઘટ્યો છે. ત્યારે હવે દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ શહેરમાં લાગેલા કોરોના પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે.

Delhi Covid-19 Restrictions: રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના કેસમાં ઘણો ઘટાડો થયો છે. આ સાથે કોરોના પોઝિટીવીટી રેટ પણ ઘટ્યો છે. ત્યારે હવે દિલ્લી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ શહેરમાં લાગેલા કોરોના પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વિશે માહિતી આપતાં કહ્યું કે, એપ્રિલ મહિનાથી શાળાઓ સંપુર્ણ રીતે ઓફલાઈન થઈ જશે. સાથે જ માસ્ક ના પહેરનાર લોકો સામે દંડની રકમમાં ઘટાડો કરીને 500 રુપિયા કરી દેવાયો છે. આ પહેલાં 2000નો દંડ લેવાતો હતો.

બસો અને મેટ્રોમાં ઉભા રહીને સફર કરવા માટે મંજૂરીઃ

દિલ્લીમાં બધા પ્રતિબંધો હટાવાથી સોમવારથી નાઈટ કર્ફ્યુ લાગુ નહી પડે. આ સાથે બધા કોરોના નિયમો હટશે. બસોમાં અને મેટ્રોમાં ઉભા રહીને મુસાફરી કરવાની પણ મંજૂરી મળશે. દુકાનો અને રેસ્ટોરેન્ટ ખોલવાના અને બંધ કરવાના સમયની સીમા પણ દૂર કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, DDMAએ બધા પ્રતિબંધ દૂર કર્યા છે, કારણ કે લોકોને નોકરીઓમાં થતા નુકસાનથી કઠણાઈઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, માસ્ક ના પહેરવા પર હવે 500 રુપિયાનો દંડ લેવામાં આવશે. 

દિલ્લીમાં હાલની કોરોના સ્થિતિઃ

ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 556 નવા કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર 1.10 ટકા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જણાવાયું છે કે, એક દિવસ પહેલાં કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા 50,591 હતી, જ્યારે એક દિવસમાં 618 દર્દીઓને રજા આપવામાં આવી હતી. હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 18,58,154 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 26,115 પર પહોંચ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું

Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

Embed widget