શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણી: મનોજ તિવારીનો દાવો- તમામ Exit poll પડશે ખોટા, ભાજપ જીતશે 48 બેઠક
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું વોટિંગ પૂર્ણ થયા બાદ વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ અનુસાર દિલ્હીમાં ફરીથી બહુમતથી કેજરીવાલ સરકાર બની શકે છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનું શનિવારે વોટિંગ પૂર્ણ થયા બાદ વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ અનુસાર દિલ્હીમાં ફરીથી બહુમતથી કેજરીવાલ સરકાર બની શકે છે. 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીની તુલનામાં ચાલુ વર્ષે ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનમાં સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ બહુમતના આંકડાથી ઘણી પાછળ રહેતી જોવા મળી છે. જો કે દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ દાવો કર્યો છે કે તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને
મનોજ તિવારીએ ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, 11 ફેબ્રુઆરીએ મતદાનના પરીણામ આવ્યા બાદ તમામ એગ્ઝિટ બોલ ખોટા સાબિત થશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ભાજપ 48 સીટો પર જીત મેળવીને સરકાર બનાવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ઈવીએમને દોષ આપવાનું બહાનું અત્યારથી ન શોધો.
ABP એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટી સતત ત્રીજી વાર સત્તામાં આવી શકે છે. જોકે પાર્ટીને સીટોનું નુકસાન થઈ શકે છે. જ્યારે ભાજપને ફાયદો થઈ રહ્યો છે પરંતુ સત્તાથી ઘણી દૂર છે. 2015 વિધાનસભા ચૂંટણીમાં AAPને 54.5 ટકા, બીજેપીને 32.3 ટકા અને કોંગ્રેસને 9.7 ટકા વોટ મળ્યા હતા.ये सभी एग्ज़िट पोल होंगे fail.. मेरी ये ट्वीट सम्भाल के रखियेगा.. भाजपा दिल्ली में ४८ सीट ले कर सरकार बनायेगी .. कृपया EVM को दोष देने का अभी से बहाना ना ढूँढे..????
— Manoj Tiwari (@ManojTiwariMP) February 8, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement