શોધખોળ કરો
દિલ્હી ચૂંટણી કમિશ્નરે ECને લખી ચિઠ્ઠી, કેજરીવાલના ‘સંસદીય સચિવો’ને ગણાવ્યા ગેરકાયદેસર

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 21 ધારાસભ્યોની સભ્યતા પર મંડારાઈ રહેલો ખતરો હવે વધી ગયો છે. દિલ્હીના ચૂંટણી કમિશ્નરે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે, દિલ્હીમાં સંસદીય સચિવનું પદ ગેરકાયદેસર છે. તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિએ દિલ્હી સરકારના એ બિલને મંજૂરી આપવાથી મનાઈ કરી છે, જેમાં સંસદીય સચિવની પોસ્ટને ‘ઑફિસ ઑફ પ્રોફિટ’ એટલે કે લાભના પદથી અલગ થવાનો પ્રસ્તાવ હતો. બિલને મંજૂરી ના મળતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સભ્યતા ખતરામાં મૂકાઈ છે. જેના ઉપર અંતિમ નિર્ણય ચૂંટણી પંચને કરવાનો છે. દિલ્હી ચૂંટણી કમિશ્નરનો રિપોર્ટથી આ ખતરો વધી ગયો છે. કેજરીવાલે દિલ્હીમાં પોતાના 21 ધારાસભ્યોના સંસદીય સચિવની નિમણૂંક કરી છે. આ વિષયે દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું કહેવું છે કે, સંસદીય સચિવને લઈને કેજરીવાલને જે બોલવું હોય તે બોલે, પરંતુ સંસદીય સચિવની નિમણૂંક ગેરકાયદેસર છે. આમ આદમી પાર્ટી (આપ)ના 21 MLAsને પાર્લામેન્ટ્રી સેક્રેટરી બનાવવાના મામલામાં વિવાદ વધતો જઈ રહ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી દિલ્હીમાં પોતાની હાર પચાવી નથી શક્યા. તેના કારણે તેઓ AAPના ધારાસભ્યોનું સભ્યપદ રદ કરાવવા માંગે છે. જ્યારે દિલ્હી ઉપરાંત હરિયાણા, ગોવા, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં પણ પાર્લામેન્ટ્રી સેક્રેટરી છે. કેજરીવાલના આરોપ સામે બીજેપીએ વળતો હુમલો કરતા કહ્યું કે, જ્યારે જ્યારે કેજરીવાલની ચોરી પકડાઈ જાય છે ત્યારે તેઓ મોદી પર પાયાવિહોણા આરોપ લગાવવા લાગે છે.
વધુ વાંચો





















