શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણી 21મી સદીના ભારતની રાજધાનીનું ભવિષ્ય નક્કી કરશેઃ મોદી
મોદીએ કહ્યું, દિલ્હીના લોકોએ પહેલા દેશને બદલ્યો હવે વોટ દ્વારા દિલ્હીને બદલશે. 21મી સદીનું ભારત નફરતની રાજનીતિથી નહીં વિકાસની રાજનીતિથી ચાલશે. દિલ્હીના વિકાસ માટે ભાજપ જરૂરી છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની વોટિંગ તારીખ નજીક આવવાની સાથે રાજકીય માહોલ પણ ગરમ થઈ રહ્યો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું, પ્રથમ વખત દેશને લોકપાલ મળ્યો પરંતુ દિલ્હીના લોકો આજે પણ લોકપાલની રાહ જોઈ રહ્યા છે. કેટલું મોટું આંદોલન કરવામાં આવ્યું હતું, શું થયું ? દાનત સારી હોવી જોઈએ.
મોદીએ કહ્યું, દિલ્હીના લોકોએ પહેલા દેશને બદલ્યો હવે વોટ દ્વારા દિલ્હીને બદલશે. 21મી સદીનું ભારત નફરતની રાજનીતિથી નહીં વિકાસની રાજનીતિથી ચાલશે. દિલ્હીના વિકાસ માટે ભાજપ જરૂરી છે. દિલ્હી માત્ર એક શહેર નથી પરંતુ હિન્દુસ્તાનની ધરોહર છે. જે ભારતના વિવિધ રંગોને એક જગ્યાએ રાખતી જીવિત પરંપરા છે.Prime Minister Narendra Modi in Delhi: People of the country got a Lokpal, but the people of Delhi are still waiting for a Lokpal. There was such a big movement, such tall claims, what happened to them all? pic.twitter.com/oTsypne45T
— ANI (@ANI) February 3, 2020
પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણી દિલ્હીના આ ગૌરવને 21મી સદીની ઓળખ અને શાન આપવાનો સંકલ્પ છે. આ ચૂંટણી દાયકાની પ્રથમ ચૂંટણી છે. જે 21મી સદીના ભારત અને 21મી સદીના ભારતની રાજધાનીનું ભવિષ્ય નક્કી કરશે. ભાજપ જે કહે છે કરે છે. ઝૂંપડાની જગ્યાએ પાકા મકાન બનાવાશે. કોલોનીના વિકાસ માટે બોર્ડ બનાવાશે. અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ નથી થઈ રહી તે જોઈને દુખ થાય છે. કેન્દ્ર સરકારે બે કરોડ ઘર બનાવ્યા પરંતુ એક પણ ઘર દિલ્હીમાં બની શક્યું નથી.PM Modi: If it had been against one law, it would have ended after assurances of the government. But AAP and Congress are provoking people. Constitution and tricolor are being kept in front and attention is being diverted from the real conspiracy https://t.co/fYfIWl3Ax5 pic.twitter.com/vQ0eE7lpzI
— ANI (@ANI) February 3, 2020
20 વર્ષમાં તમે ઘણું બધુ જોયું છે. હવે દિલ્હીમાં ભાજપનું આવવું જરૂરી છે. જ્યારે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે ત્યારે દેશભરમાં અમે જે કામ કરી રહ્યા છીએ તે કામ દિલ્હીમાં પણ સરળતાથી કરી શકાશે.Modi tells Delhi rally that India will not be driven by politics of hate but by policy of development
— Press Trust of India (@PTI_News) February 3, 2020
પીએમ મોદીએ કહ્યું, સીલમપુર હોય કે જામિયા, કે પછી શાહિન બાગ. છેલ્લા ઘણા દિવસોથી સિટીઝનશિપ અમેંડમેંટ બિલને લઈ પ્રદર્શન થઈ રહ્યા છે. શું આ પ્રદર્શનો માત્ર એક સંયોગ છે ? ના, આ એક પ્રયોગ છે. તેની પાછળ રાજનીતિની એક એવી ડિઝાયન છે જે રાષ્ટ્રના સૌહાર્દને ખંડિત કરે છે. જો માત્ર એક કાનૂનો વિરોધ હોત તો સરકારના તમામ આશ્વાસનોથી સમાપ્ત થઈ જાત. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકો તેને ભડકાવી રહ્યા છે. બંધારણ અને તિરંગાને સામે રાખીને જ્ઞાન વહેંચવામાં આવી રહ્યું છે અને અસલી કાવતરાથી ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇકનો ત્રિપલ અકસ્માત, બેનાં મોત INDvNZ: રોહિત શર્માના સ્થાને કોને મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, જાણો વિગત INDvNZ: વન ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, રોહિત શર્મા થયો બહારProtests in Seelampur, Shaheen Bagh and Jamia over CAA are no coincidence but an experiment: PM Modi
— Press Trust of India (@PTI_News) February 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion