Delhi Liquor Policy: જાણો સંજય સિંહ અને મનીષ સિસોદિયાની જામીન અરજીને લઈને કોર્ટે શું આપ્યો ચૂકાદો
Delhi Excise Policy Case: આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી રાહત મળી નથી.
Delhi Excise Policy Case: આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી રાહત મળી નથી. આ કેસમાં ફરી એકવાર કોર્ટે બંને નેતાઓની ન્યાયિક કસ્ટડી 19 માર્ચ સુધી લંબાવી છે. છેલ્લી સુનાવણીમાં એટલે કે શનિવારે (2 માર્ચ), દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસમાં AAP નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી પાંચ દિવસ માટે લંબાવી હતી, જે આજે જ સમાપ્ત થઈ રહી હતી.
Delhi Excise policy case | Delhi court extends the judicial custody of AAP MP Sanjay Singh and former deputy CM Manish Sisodia till March 19.
— ANI (@ANI) March 7, 2024
છેલ્લી સુનાવણીમાં કોણે શું દલીલ કરી?
ઇડીએ છેલ્લી સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે જ્યાં સુધી ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી સિસોદિયાની નિયમિત જામીન અરજી પર વિચાર ન કરવો જોઇએ. સિસોદિયા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મોહિત માથુરે કહ્યું હતું કે કોલસા કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન પેન્ડિંગ હોવા છતાં ટ્રાયલની કાર્યવાહી ચાલુ છે.
અરવિંદ કેજરીવાલને આઠ સમન્સ મોકલવામાં આવ્યા છે
EDએ પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ મામલે જ પૂછપરછ માટે આઠ વખત સમન્સ મોકલ્યા છે. કેજરીવાલ એક પણ વખત સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ હાજર થયા નથી, તેને ગેરકાયદેસર અને રાજકીય બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું છે. આવી સ્થિતિમાં ઇડીએ અરવિંદ કેજરીવાલ સામે IPCની કલમ 174 (લોક સેવકના આદેશનું પાલન ન કરવું) હેઠળ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 63 (4) ઉપરાંત અન્ય કલમો સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
CM કેજરીવાલે માર્યો ટોણો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેણે આરોપ લગાવ્યો છે કે ભાજપ ED દ્વારા લોકોને હેરાન કરાવીને પાર્ટીમાં જોડાવવા માગે છે. તેમણે આરોપ લગાવ્યો કે જે લોકો ભાજપમાં જોડાવાનો ઇનકાર કરે છે તેમને જેલમાં મોકલવામાં આવે છે.
'...તો કાલે જ તેને જામીન મળી જશે'
સીએમ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું, "આ ED અને મોદી સરકારનું સત્ય છે. કેવી રીતે EDને પરેશાન કરીને લોકોને ભાજપમાં જોડવામાં આવે છે. EDના દરોડા પડ્યા પછી, તેમને પૂછવામાં આવે છે - તમે ક્યાં જશો - BJP કે જેલ? જે લોકો BJPમાં જવાની ના પાડે છે તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે. જો આજે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ ભાજપમાં જોડાય તો કાલે જ તેમને જામીન મળી જશે.
'જો હું ભાજપમાં જોડાઈશ તો...'
CMએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, એવું નથી કે આ ત્રણેયે કોઈ ગુનો કર્યો છે, તેઓએ માત્ર ભાજપમાં જોડાવાની ના પાડી. જો હું આજે ભાજપમાં જોડાઈશ તો મને EDના સમન્સ મળવાનું પણ બંધ થઈ જશે. પરંતુ ઉપરવાળાને ત્યા દેર છે અંધેર નથી. વડા પ્રધાનજી ઉપર વાળાથી ડરો. બધાનો સમય એક સરખો નથી રહેતો.સમય ખૂબ શક્તિશાળી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં EDએ સીએમ કેજરીવાલને અનેક વખત સમન્સ મોકલ્યા છે. સીએમ હજુ સુધી ED સમક્ષ હાજર થયા નથી. સીએમ કેજરીવાલનું કહેવું છે કે EDના સમન્સ ગેરકાયદેસર છે.