શોધખોળ કરો

EPFO માં મોટો બદલાવ, અલગથી બની રહ્યું છે એક રિઝર્વ ફંડ! હવે વધારે સુરક્ષિત થશે PF ના પૈસા  

EPFO ના કરોડો સભ્યો માટે સારા સમાચાર છે. સરકાર હવે EPFO ​​માટે 'ઇન્ટેસ્ટ સ્ટેબિલાઇઝેશન રિઝર્વ ફંડ' બનાવવાનું વિચારી રહી છે.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના કરોડો સભ્યો માટે સારા સમાચાર છે. સરકાર હવે EPFO ​​માટે 'ઇન્ટેસ્ટ સ્ટેબિલાઇઝેશન રિઝર્વ ફંડ' બનાવવાનું વિચારી રહી છે. તેનો ઉદ્દેશ્ય EPFOના 6.5 કરોડથી વધુ સભ્યોને તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) યોગદાન પર સ્થિર વ્યાજ દરો આપવાનો રહેશે.

બજારની વધઘટથી સુરક્ષિત રહેશે

ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, શ્રમ અને રોજગાર મંત્રાલયે આ સંદર્ભમાં આંતરિક અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસના આધારે, EPFO ​​સભ્યો તેમના રોકાણ પરના વળતરથી સ્વતંત્ર રીતે નિશ્ચિત વ્યાજ દર મેળવી શકશે. એવું માનવામાં આવે છે કે બજારની વધઘટની અસરથી સભ્યોને બચાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

આ ફંડ કેવી રીતે કામ કરશે ?

રિપોર્ટ અનુસાર, EPFO ​​વ્યાજમાંથી વધારાની આવકને બાજુ પર રાખીને દર વર્ષે એક રિઝર્વ ફંડ બનાવશે. આ ફંડનો ઉપયોગ એવા સમયે કરવામાં આવશે જ્યારે EPFOના રોકાણ પરનું વળતર ઘટશે. આ સાથે, સભ્યોને નિશ્ચિત વ્યાજ દર મળવાનું ચાલુ રહેશે, પછી ભલેને બજારમાં કેટલી પણ વધઘટ થાય.

નવા નિયમો ક્યારે અમલમાં આવશે ?

હાલમાં આ યોજના પ્રારંભિક તબક્કામાં છે અને આ વર્ષના અંત સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. જો આ યોજનાને EPFO ​​ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા મંજૂરી આપવામાં આવે છે, તો તેને 2026-27 થી લાગુ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, EPFOના સેન્ટ્રલ બોર્ડની અધ્યક્ષતા શ્રમ અને રોજગાર મંત્રી કરે છે.

વ્યાજ દરોમાં વધઘટ

તમને જણાવી દઈએ કે, EPFOના વ્યાજ દર દર વર્ષે બદલાતા રહે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે, EPFOએ સભ્યો માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યો હતો. એવો અંદાજ છે કે 28 ફેબ્રુઆરીએ યોજાનારી CBT બેઠકમાં આ દર 2024-25 માટે પણ જાળવી રાખવામાં આવી શકે છે.

મિન્ટના અહેવાલ અનુસાર, EPFOના વ્યાજ દર 1952-53માં 3 ટકાથી શરૂ થયા હતા અને 1989-90માં 12 ટકા સુધી પહોંચી ગયા હતા. આ દર 2000-01 સુધી રહ્યો, પરંતુ 2001-02માં ઘટીને 9.5 ટકા થયો. 2021-22માં આ દર ઘટીને 8.1 ટકા થઈ ગયો હતો, જે પછી તેને થોડો વધારીને 8.25 ટકા કરવામાં આવ્યો હતો.

PF એકાઉન્ટ માટે ATM સુવિધા

જાન્યુઆરીની શરૂઆતમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO)ના સભ્યો એટીએમમાંથી તેમના પીએફ ખાતામાં જમા પૈસા ઉપાડી શકશે. આ માટે તેમને અલગ એટીએમ પણ આપવામાં આવશે.

Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
Embed widget