શોધખોળ કરો
Advertisement
દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન કોરોના વાયરસથી સંક્રમિત
સત્યેન્દ્ર જૈનને ખૂબજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ દિલ્હીના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હી: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જણાવી દઈએ કે, 16 જૂનના રોજ સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ડૉક્ટરોએ જણાવ્યું કે, હાલમાં તેમની હાલત સ્થિર છે.
સત્યેન્દ્ર જૈનને ખૂબજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ દિલ્હીના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે દિલ્હીના આરોગ્ય મંત્રાલયની ઓફિસથી અહેવાલ આવ્યા છે કે, સત્યેન્દ્ર જૈન કોરોનાથી સંક્રમિત છે.
સત્યેન્દ્ર જૈન બીમાર થયા તે પહેલા અનેક મહત્વની બેઠકોમાં હાજર રહ્યાં હતા. આ બેઠકોમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે થયેલી બેઠક પણ સામેલ થયા હતા. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ હર્ષવર્ધન, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અનેક મોટા અધિકારીઓ પણ પણ સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion