શોધખોળ કરો

Bomb Threat: દિલ્હીમાં હોસ્પિટલોને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

Delhi Hospital Bomb Threat: દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે

Delhi Hospital Bomb Threat Latest News: દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાનો કોલ કરવામાં આવ્યો છે. દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને ઘણી અલગ-અલગ હોસ્પિટલોમાંથી કોલ આવ્યા હતા જેમાં ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને દીપ ચંદ બંધુ હોસ્પિટલમાં બોમ્બ હવાનો કોલ કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તમામ કોલ વેરિફાઈ કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં બોમ્બ હોવાની માહિતી ઇમેઇલ દ્વારા આપવામાં આવી છે. આ પછી હોસ્પિટલોએ પોલીસ અને ફાયર વિભાગને આની જાણકારી આપી હતી.

આ પહેલા રવિવારે દિલ્હીમાં 20 હોસ્પિટલો, IGI એરપોર્ટ અને ઉત્તર રેલવેની CPRO ઓફિસને બોમ્બની ધમકી સાથે ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ધમકી એવા સમયે આવી છે જ્યારે 1 મેના રોજ, દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) ની 150 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો.

તપાસમાં કશું વાંધાજનક મળ્યું ન હતું

અધિકારીઓને તપાસ દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું ન હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે શાળાઓને રશિયા સ્થિત ઈ-મેલ સેવા તરફથી ધમકીઓ મળી હતી, ત્યારે હોસ્પિટલો અને અન્ય બે સંસ્થાઓને રવિવારે યુરોપ સ્થિત ઈ-મેલ સેવા કંપની 'Bible.com' તરફથી ધમકીઓ મળી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઈ-મેલ એક હોસ્પિટલને મોકલવામાં આવ્યો હતો અને સમાન સામગ્રી સાથેની નકલો અન્ય હોસ્પિટલોને પણ મોકલવામાં આવી હતી.

હોસ્પિટલોને ધમકીભર્યા ઈ-મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે, “મેં તમારા બિલ્ડિંગમાં વિસ્ફોટક ઉપકરણો મૂક્યા છે. તેઓ આગામી કલાકમાં વિસ્ફોટ કરશે. આ કોઈ ધમકી નથી, તમારી પાસે બોમ્બને ડિફ્યુઝ કરવા માટે થોડા કલાકો છે, નહીં તો બિલ્ડિંગની અંદર નિર્દોષ લોકોનું લોહી વહશે. . આની પાછળ 'કોર્ટ' નામનું સંગઠન હોવાનું કહેવાય છે.

દરમિયાન દિલ્હી પોલીસ શાળાઓ, હોસ્પિટલો અને એરપોર્ટ સહિત વિવિધ સંસ્થાઓને ઈ-મેલ દ્વારા મોકલવામાં આવેલી ધમકીઓ પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે અન્ય રાજ્યોમાં તેના સમકક્ષો સાથે સમગ્ર ભારતમાં તપાસ કરી શકે છે. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે અહીંના અધિકારીઓ ઈ-મેલ કેવી રીતે મોકલવામાં આવ્યા હતા તેનું વિશ્લેષણ કરી રહ્યા છે અને અન્ય રાજ્યોના પોલીસનો સંપર્ક કરવાની યોજના બનાવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parshottam Pipaliya: પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળીયાના રાદડિયા પર પ્રહારKheda News: ખેડાના લગ્ન પ્રસંગે મોટા અવાજે સામ સામે DJ વગાડવા મુદ્દે કાર્યવાહીViramgam Teacher Murder Case: અમદવાદમાં વિરમગામની ખાનગી શાળાના પ્રાથમિક શિક્ષકની હત્યાથી હડકંપGovind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
EPF  એકાઉન્ટની બેન્ક ડિટેઇલ્સ કરવી છે ચેન્જ? જાણી લો સમગ્ર પ્રોસેસ
EPF એકાઉન્ટની બેન્ક ડિટેઇલ્સ કરવી છે ચેન્જ? જાણી લો સમગ્ર પ્રોસેસ
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Embed widget