શોધખોળ કરો
Advertisement
દિલ્હી-NCRમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ, નોકરીએ જતા લોકો અટવાયા; સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી
નવા ટ્રાફિક નિયમ બાદ વધેલા દંડથી ઓટો-ટેક્સી ડ્રાઇવર પીડિત છે. તેમના કહેવા મુજબ ઓટો-ટેક્સી ચાલકોને 20થી30 હજાર રૂપિયા સુધી દંડ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે.
નવી દિલ્હીઃ નવા ટ્રાફિક નિયમોની વિરુદ્ધમાં ગુરુવારે દિલ્હી-એનસીઆરમાં યુનાઈટેડ ફ્રંટ ઓફ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી લોકોને પરેશાની થઈ છે. હડતાળના કારણે લોકો મેટ્રો દ્વારા તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચી શકે છે. પરેશાની બચવા માટે સ્કૂલને બંધ રાખવાનો ફેંસલો લીધો છે. જોકે સ્કૂલ બંધ રાખવા અંગે સરકારે કોઈ સલાહ કે આદેશ આપ્યો નથી. પરંતુ ખાનગી આપરેટરો દ્વારા બસો નહીં મોકલવાના નિર્ણયને લઈ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હડતાલના કારણે નોકરીએ જતા લોકો અટવાઈ ગયા છે.
હડતાળમાં ટ્રક, બસ, ઓટો, ટેમ્પો, મેક્સી, કેબ, ટેક્સીનું દિલ્હી-એનસીઆરમાં પ્રતિનિધિત્વ કરતાં 41 યૂનિયન અને સંઘ સામેલ છે. દિલ્હીમાં 90 હજારથી વધારે ઓટો અને આશે 10 હજાર ટેક્સીઓ છે. દિલ્હી ઓટો રિક્ષા સંઘના મહામંત્રી રાજેન્દ્ર સોની અને ઓલ દિલ્હી ઓટ ટેક્સી ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ યુનિયનના અધ્યક્ષ કિશન વર્માએ કહ્યું કે, દિલ્હીના તમામ રેલવે સ્ટેશનોના ટેક્સી યુનિયન અને એરપોર્ટ યુનિયન પણ હડતાલમાં સામેલ થશે.
વધેલા દંડથી ઓટો-ટેક્સી ડ્રાઇવર પીડિત છે. તેમના કહેવા મુજબ ઓટો-ટેક્સી ચાલકોને 20થી30 હજાર રૂપિયા સુધી દંડ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે.
શો રૂમમાંથી નંબર પ્લેટ વગરનું નવું નક્કોર ACTIVA લઈ નીકળવું પડ્યું મોંઘુ, પોલીસે ફટકારી દીધો તોતિંગ દંડ
IIFA એવોર્ડઃ રણવીર સિંહ બેસ્ટ એક્ટર, આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો
રાજ્યભરમાં 19-22 સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement