Ravidas Jayanti: રવિદાસ જંયતી પર પીએમ મોદીએ શબ્દ કીર્તનમાં ભાગ લઈ શું કર્યું ? જુઓ વીડિયો
Ravidas Jayanti: બુધવારે દેશભરમાં સંત રવિદાસની 645મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
Ravidas Jayanti: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંત રવિદાસ જયંતિ નિમિત્તે દિલ્હીના કરોલ બાગ સ્થિત સંત રવિદાસ વિશ્રામ ધામમાં પ્રાર્થના કરી હતી. બુધવારે દેશભરમાં સંત રવિદાસની 645મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ મુજબ રવિદાસ જયંતિ નિમિત્તે દિલ્હીના કરોલ બાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'શબદ કીર્તન'માં ભાગ લીધો હતો. અહીં તેમણે કરતાલ વગાડી હતી.
#WATCH | Prime Minister Narendra Modi takes part in 'Shabad Kirtan' at Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi's Karol Bagh on the occasion of Ravidas Jayanti
— ANI (@ANI) February 16, 2022
Source: DD pic.twitter.com/pa2YLWqFnE
આ પહેલા મંગળવારે રવિદાસ જયંતિના અવસર પર તેમની કેટલીક જૂની યાદો શેર કરી હતી.પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે મહાન સંત ગુરુ રવિદાસ જીની જન્મજયંતિ છે. સમાજમાંથી જાતિ અને અસ્પૃશ્યતા જેવી દુષ્ટ પ્રથાઓને દૂર કરવા માટે તેમણે જે રીતે પોતાનું જીવન સમર્પિત કર્યું, તે આજે પણ આપણા બધા માટે પ્રેરણારૂપ છે.
2016 અને 2019ની યાદો શેર કરી
તેમણે આગળ લખ્યું, 'આ અવસર પર મને સંત રવિદાસજીના પવિત્ર સ્થાન વિશે કેટલીક વાતો યાદ આવી રહી છે. વર્ષ 2016 અને 2019 માં, મને અહીં નમન કરવાનો અને લંગર કરવાનો લહાવો મળ્યો. એક સાંસદ હોવાના નાતે મેં નક્કી કર્યું હતું કે આ તીર્થસ્થળના વિકાસના કામમાં કોઈ કમી આવવા દેવામાં નહીં આવે.
અન્ય એક ટ્વીટમાં પીએમએ એક ન્યૂઝ ચેનલનો વીડિયો શેર કર્યો અને લખ્યું, મને શેર કરતાં ગર્વની લાગણી થાય છે કે અમે અમારી સરકારના દરેક પગલા અને દરેક યોજનામાં પૂજ્ય શ્રી ગુરુ રવિદાસજીની ભાવનાને આત્મસાત કરી છે. એટલું જ નહીં કાશીમાં તેમની યાદમાં નિર્માણ કાર્ય પૂર્ણ ભવ્યતા અને દિવ્યતા સાથે ચાલી રહ્યું છે.
Prime Minister Narendra Modi offers prayers at Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi's Karol Bagh on the occasion of Ravidas Jayanti pic.twitter.com/m7iGYiIWKR
— ANI (@ANI) February 16, 2022