દિલ્હી પોલીસે 2500 કરોડના હેરોઈન સાથે ચાર લોકોને ઝડપ્યા, જાણો વિગત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અત્યાર સુધી સૌથી મોટી ખેપ ઝડપી છે. અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો છે. હેરોઈનની કિંમત 2500 કરોડ જણાવવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે આશરે 2500 કરોડ રૂપિયાના 350 કિલો હેરોઈન સાથે ચાર શખ્સોને દબોચી લીધા છે. જેમાંથી ત્રણ આરોપીઓ હરિયાણાના અને એક દિલ્હીનો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અત્યાર સુધી સૌથી મોટી ખેપ ઝડપી છે. અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો છે. હેરોઈનની કિંમત 2500 કરોડ જણાવવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સીપી નીરજ ઠાકુરે જણાવ્યું કે, આ આપરેશન મહિનાઓથી ચાલતું હતું. કુલ 354 કિલો હેરોઈન જપ્ત કરાયું છે. અફઘાનિસ્તાનના એક નાગિરકની પણ ધરપકડ કરવામાં આવી છે.
હેરોઈનની ખેપ કંટેનર્સમાં છુપાવીને દરિયાઈ માર્ગે મુંબઈથી દિલ્હી આવી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી પહેલા પણ ડ્રગ્સના મામલે ઝડપાઈ ચુક્યા છે. બે લોકોની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે અને કાશ્મીરમાં રહેતા એક શખ્સની દિલ્હીથી ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનથી પણ પૈસા આવતા હોવાની કડી મળી છે. કાશ્મીરના અનંતનાગમાં રહેતોએક વ્યક્તિ ડ્રગ્સ માટે કેમિકલ ઉપલબ્ધ કરાવતો હતો. જેનાથી હેરોઈન પ્રોસેસ કરાતું હતું.
Delhi Police Special Cell arrests four persons for possession of more than 350kg heroin worth over Rs 2,500 crores pic.twitter.com/n85UQ0Fr8Q
— ANI (@ANI) July 10, 2021
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 13મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કેસ નોંધાયા હતા ને 45,254 લોકો સાજા થયા હતા. જ્યારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે. હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે.