(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Pollution: દેશના આ રાજ્યમાં પ્રદૂષણના ખતરનાક સ્તરથી એક અઠવાડિયાનું લગાવાશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો વિગત
Delhi Pollution: આજે એક બેઠક બાદ કેજરીવાલે કહ્યું કે સોમવારથી દિલ્હીની તમામ શાળાઓ એક સપ્તાહ માટે બંધ રહેશે. આ સિવાય દિલ્હીના સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
Delhi Pollution: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘણા મોટા નિર્ણયો લીધા છે. તેમણે આજે એક બેઠક બાદ કહ્યું કે સોમવારથી દિલ્હીની તમામ શાળાઓ એક સપ્તાહ માટે બંધ રહેશે. આ સિવાય દિલ્હીના સરકારી કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે.
પ્રદૂષણને લઈને એક મહત્વપૂર્ણ બેઠક બાદ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે સોમવારથી દિલ્હીની તમામ શાળાઓ એક સપ્તાહ માટે બંધ રહેશે. જોકે, આ સમયગાળા દરમિયાન વર્ચ્યુઅલ ક્લાસ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે 14 થી 17 નવેમ્બરની વચ્ચે પવન ફૂંકાશે નહીં, તેથી તે સમયે બાંધકામની પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ સમયે અમારો ઉદ્દેશ્ય દિલ્હીના લોકોને રાહત આપવાનો છે. તેમણે કહ્યું કે તેમણે તમામ વિભાગોના લોકો સાથે બેઠક કરી અને ચાર નિર્ણયો લીધા. તેમણે કહ્યું કે આ કોઈની સામે આંગળી ચીંધવાનો સમય નથી. પ્રદૂષણના સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે લોકડાઉન લાગુ કરવા માટે વિચારણા કરવાનું કહ્યું હતું. આના પર સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ સંપૂર્ણ લોકડાઉન પર પ્રસ્તાવ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે અમારો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકીશું. કેન્દ્ર સરકાર અને તમામ એજન્સીઓ સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
#WATCH | There was a suggestion in SC over complete lockdown in Delhi if (pollution) situation turns worse...We're drafting a proposal..which will be discussed with agencies, Centre...If it happens, construction, vehicular movement will have to be stopped:Delhi CM Arvind Kejriwal pic.twitter.com/TipgA0ySOq
— ANI (@ANI) November 13, 2021
સીએમ કેજરીવાલે કહ્યું કે જો સ્થિતિ આવી જ બને છે (પ્રદૂષણ વધુ વધે છે), તો દિલ્હીમાં તમામ ખાનગી વાહનો, બાંધકામ, પરિવહન, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ બંધ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ માત્ર એક પ્રસ્તાવ છે.
સીએમ કેજરીવાલે આ મોટી જાહેરાતો કરી
- રાજધાની દિલ્હીમાં તમામ શાળાઓ એક સપ્તાહ માટે બંધ.
- સરકારી કર્મચારીઓ એક અઠવાડિયા સુધી વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરશે.
- ખાનગી ઓફિસોને ઘરેથી કામ કરવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવશે.
- સોમવારથી ત્રણ દિવસ શહેરમાં બાંધકામની પ્રવૃત્તિઓ બંધ રહેશે.
દિલ્હી-NCRમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટ લાલઘુમ
દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ ગંભીર મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆરમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આપણે ઘરે પણ માસ્ક પહેરવું પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે તેણે પ્રદૂષણનો સામનો કરવા માટે શું પગલાં લીધાં છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવા પર પણ વિચાર કરવો જોઈએ.