શોધખોળ કરો
દિલ્લી: સદર બજારની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે

નવી દિલ્લી: હાલ દિલ્લીના સદર બજારમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળી રહ્યા નથી. જો કે આગ કેવી રીતે લાગી તે જાણવા મળી રહ્યું નથી. પરંતુ હાલ ઘટના સ્થળે ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્લીની આ આગની ઘટનાને લીધે દિલ્લીના વાતાવરણમાં પ્રદૂષણ વધવાના સંકેત મળી રહ્યા છે.
વધુ વાંચો
Advertisement





















