(Source: ECI/ABP News/ABP Majha)
Delta Plus Variant: રાજસ્થાનમાં જે મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટી થઇ, શું તેમણે કોવિડના બંને ડોઝ લઇ લીધા હતા?
રાજસ્થાનના બીકાનેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે. અહીં 65 વર્ષીય મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટી થઇ છે. આ મહિલાએ કોવિડના વેક્સિનના બંને ડોઝ લીધા હતા કે નહીં જાણીએ
Delta Plus Variant:રાજસ્થાનના બીકાનેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે. અહીં 65 વર્ષીય મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટી થઇ છે. આ મહિલાએ કોવિડના વેક્સિનના બંને ડોઝ લીધા હતા કે નહીં જાણીએ
રાજસ્થાનના બીકાનેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે. અહીં 65 વર્ષીય મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટી થઇ છે. જો કે આ મહિલા કોવિડ વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકી હતી જો કે તે કોવિડથી રિકવર પણ થઇ ચૂકી છે.
કોવિડ-19ની સંભવિત થર્ડ વેવ પહેલા હાલ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ચિંતાનું કારણ બની રહ્યો છે. ભારતમાં પહેલી વખત જોવા મળેલ ડેલ્ટા વેરિયન્ટને જ સેકેન્ડ વેવ માટે જવાબદાર માનવામાં આવી રહી છે. જો કે હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને પણ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. હવે રાજસ્થાનમાં પણ કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે.
રાજસ્થાનના બીકાનેરમાં 65 વર્ષિય મહિલામાં ડેલ્ટા પ્લસ વાયરસની પુષ્ટી થઇ છે. ખાસ વાત એ છે કે, આ મહિલા વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકી છે. કોરોના પોઝિટિવ આ મહિલાના સેમ્પલ 30 મેએ જિનોમ સિક્વેસિંગ માટે પૂણાના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલાયા હતા. શુક્વારે આવેલી રિપોર્ટ મુજબ મહિલામાં ડેલ્ટા વેરિયન્ટની પુષ્ટી થઇ છે.
મહિલાને વેક્સિનના બંને ડોઝ અપાઇ ચૂક્યાં હતા
બીકાનેરના ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર ડોક્ટર ઓપી ચહરે જણાવ્યું કે, ‘અહીં એક 65 વર્ષિય મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની પુષ્ટી થઇ છે. જો કે તે કોવિડ ઇન્ફેકશનથી રિકવર થઇ ચૂકી છે. રાજસ્થાનમાં આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પહેલો કેસ હતો. મહિલામાં કોઇ ગંભીર લક્ષણો ન હતા. તેમને કોવિડ રસીના બંને ડોઝ લઇ લીઘા હતા”
ડોક્ટર ઓપી ચહરે જણાવ્યું કે, “ આ મહિલા બંગલા નગર વિસ્તારમાં રહે છે. આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને ડેલ્ટા પ્લસ વાયરસની પુષ્ટી થતાં તેમના આસપાસના લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે આ વિસ્તારના જે પણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા તેમના પણ બીજી વખત સેમ્પલ લેવામાં આવશે”