શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી પ્રથમ મોત થતાં લોકોમાં ફફડાટ, જાણો વિગત

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી પ્રથમ મોત થયું છે. જેને લઈ હડકંપ મચી ગયો છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના પાંચ કેસ નોંધાયા છે અને તેમાંથી ચાર લોકો સાજા થઈ ગયા છે.

ભોપાલઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) ભલે ધીમી પડી હોય પણ સંક્રમણનો દર યથાવત છે. આ દરમિયાન દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના (Delta Plus Variant) કેસ પણ જોવા મળી રહ્યા છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી પ્રથમ મોત થયું છે. જેને લઈ હડકંપ મચી ગયો છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના પાંચ કેસ નોંધાયા છે અને તેમાંથી ચાર લોકો સાજા થઈ ગયા છે.

ઈન્ડિયા ટુડેએ રિપોર્ટમાં એમ પણ લખ્યું છે કે કે, દર્દીનું 23 મેના રોજ મોત થયું હતું. સત્તાધીશોએ ચેનલને જણાવ્યું કે, તેના પતિને પણ કોવિડ-19 થયો હતો. કોન્ટેક્ટ ટ્રેસિંગથી તેના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિયંટ મળતાં સરકારે રાજ્યની હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) ભલે ધીમી પડી હોય પણ સંક્રમણનો દર યથાવત છે. દેશમાં ફરી એક વખત 50 હજારથી નવા મામલા (India Corona Cases) સામે આવ્યા છ. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં 54059 નવા કેસ આવ્યા અને 1321 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે  68885 લોકો કરોનાથી ઠીક પણ થયા છે એટલે કે એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 16137 ઘટી ગઈ છે.  

કોરોનાની દેશમાં સ્થિતિ

  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 82 હજાર 778
  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 90 લાખ 63 હજાર 740
  • કુલ એક્ટિવ કેસ - 6 લાખ 27 હજાર 57
  • કુલ મોત - 3 લાખ 91 હજાર 981

દેશમાં સતત 42માં દિવસે કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા કરતાં રિકવરી થયેલ કેસની સંખ્યા વધારે છે. 23 જૂન સુધી દેશભરમાં 30 કરોડ 16 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 64 લાખ 89 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 78 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી વધારે છે.

દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget