શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં ભાજપ અને રાજ ઠાકરેની પાર્ટી MNS સાથે ગઠબંધનને લઈને દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું ? જાણો
ફડણવીસે કહ્યું, એમએનએસ અને ભાજપની વિચારધારામાં ઘણો અંતર છે. અમે બન્ને ઘણીવાર મુલાકાત કરી ચુક્યા છે
મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને MNSના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે મુંબઈમાં થયેલી મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી હતી. હવે તેના પર દેવેન્દ્ર ફડણવીસે ગુરવારે કહ્યું કે રાજ ઠાકરેની મનસે સાથે ગઠબંધનને કોઈ અવકાશ નથી કારણ કે બન્ને પાર્ટીઓની વિચારધારા અલગ છે.
ફડણવીસે કહ્યું, એમએનએસ અને ભાજપની વિચારધારામાં ઘણો અંતર છે. અમે બન્ને ઘણીવાર મુલાકાત કરી ચુક્યા છે પરંતુ ગઠબંધનને કોઈ અવકાશ નથી. જ્યાં સુધી બન્નેની વિચારધારામાં અંતર રહેશે, ત્યાં સુધી અમે સાથે નહીં આવીએ. જો તેમનું વલણ બદલાય તો અમે ભવિષ્યમાં વિચાર કરી શકીએ છીએ.
ભાજપ અને એમએનએસના ગઠબંધનની ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે 7 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુંબઈમાં મુલાકાત થઈ હતી. બંનેની બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. આ મુલાકાત પ્રદેશના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી હતી.
મનસેના એક વરિષ્ઠ નેતા એચટીએ કહ્યું હતું કે અમારી પાર્ટીનુંએ એક જૂથ એવું ઈચ્છે છે કે ભાજપ સાથે મનસે ગઠબંધન કરે, રાજ્યમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકાર બન્યા બાદ પ્રદેશની રાજનીતિમાં બદલાવ આવ્યો છે. એમએનએસ અને ભાજપ બન્નેને એકબીજાની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement