Dhanbad Fire: ધનબાદમાં એપોર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી, 10 મહિલાઓ અને ત્રણ બાળકો સહિત 14 લોકોના મોત
ધનબાદના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ જોડા ફાટક રોડ પર સ્થિત આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ એપાર્ટમેન્ટના ત્રીજા માળે લાગી હતી.
Jharkhand News: ધનબાદના બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ જોડા ફાટક રોડ પર સ્થિત આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ એપાર્ટમેન્ટના ત્રીજા માળે લાગી હતી. ફાયર ટેન્ડર આગ ઓલવવામાં રોકાયેલા છે. આ ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જેમાં 10 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ જાણકારી ધનબાદના ડેપ્યુટી કમિશનરે આપી છે.
Jharkhand | Visuals from outside Dhanbad apartment where a massive fire broke out. Rescue operation is still underway at the site. pic.twitter.com/3aZZ1MnbPn
— ANI (@ANI) January 31, 2023
આ અકસ્માતમાં 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની આ ઘટના ધનબાદના આશીર્વાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે બની છે, જ્યાં અત્યાર સુધીમાં ફસાયેલા 50થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. આ મામલો ધનબાદના બેંકમોડ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ ઘટનાને કારણે પોલીસે અનેક લોકોની જાનહાની થવાની શક્યતા વ્યક્ત કરી છે. આગની જ્વાળાઓને જોતા ભારે જાન-માલનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Jharkhand | Massive fire breaks out in an apartment in Dhanbad. Several feared trapped. A few deaths reported. The exact number can't be verified as rescue is still underway: DSP Law and Order, Dhanbad
— ANI (@ANI) January 31, 2023
ધનબાદના કુમારધુબી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી
તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા 30 જાન્યુઆરીએ ધનબાદના કુમારધુબી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 19 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં દુકાનદારોને પણ મોટું નુકસાન થયું હતું.
સ્થાનિક લોકોએ અગાઉ જાતે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડી જ વારમાં 19 દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. આગના કારણે ચાર કાપડની દુકાનો, બે પૂજાની દુકાનો અને 13 ફળ અને શાકભાજીની દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. આગ કેવી રીતે લાગી તે પણ જાણી શકાયું નથી. આ ઘટનામાં અસામાજિક તત્વોની સંડોવણી હોવાની આશંકા દુકાનદારોએ વ્યક્ત કરી હતી. આ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ચાર ગાડીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.