Covid19 Updates: ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા કોરોના દર્દીમાં વધી જાય છે આ ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો
એક રિસર્ચ મુજબ હાઈપરટેંશન અને ડાયાબિટીસથી પીડિત કોવિડ-19 દર્દીને સ્ટ્રોકનો વધારે ખતરો રહે છે
ખતરનાક કોરોના વાયરસ શરીરની સિસ્ટમને સંક્રમિત કર્યા બાદ અટકતો નથી. પરંતુ અનેક મુશ્કેલીઓનું કારણ બને છે. રિસર્ચકર્તા મુજબ ગંભીર કોવિડ-19 સાથે હોસ્પિટલમાં દાખલ 10માંથી આઠ દર્દીએ ન્યૂરોલોજિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કોરોના વાયરસ ડાયાબિટીસ અને હઈપરટેંશન જેવી બીમારીથી પીડાતા લોકોને વધારે હેરાન કરે છે.
બીપી અને ડાયાબિટીસ ના દર્દીને શું છે વધારે ખતરો
એક તાજા રિસર્ચ મુજબ હાઈપરટેંશન અને ડાયાબિટીસથી પીડિત કોવિડ-19 દર્દીને સ્ટ્રોકનો વધારે ખતરો રહે છે. બ્રેન કમ્યુનિકેશનંસ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ યુકેમાં કોવિડ-19 સંબંધિત ન્યૂરોલોજિકલ અને મનોરોગહ સંબંધી સમસ્યાના 267 મામલાની તપાસ કરવામાં આવી હતી. આ રિસર્ચ સાઉથેમ્પટન યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતુ. જેમાં સ્ટ્રોકની સૌથી વધારે અસર થઈ હતી. આશરે અડધા દર્દી તેનાથી પ્રભાવિત થયા હતા.
60 વર્ષથી ઓછી ઉંમરના 25 ટકાથી વધારે લોકો સ્ટ્રોકનો શિકાર બન્યા હતા. ડિલીરિયમ, મનોરોગ સંબંધી ઘટનાઓ અને દિમાગને નુકસાન બીજા સબૂત અન્ય સામાન્ય સ્થિતિમાં મળી આવ્યા હતા. 10 ટકાથી વધારે રોગીએ એકથી વધુ ન્યૂરોલોજિક્લ સ્થિતિનો અનુભવ કર્યો હતો અને તેમને સારી દેખરેખ તથા વેંટિલેટરની જરૂર પડવાની વધારે સંભાવના હતી.
કોવિડ સાથે સંકળાયેલી ન્યૂરોલોજિકલ અને મનોરોગ સમસ્યાનું વિશ્લેષણ
રિસર્ચકર્તા એમી રોસ રસેલે જણાવ્યું, અમે વિવિધ ન્યૂરોલોજિકલ અને મનોરોગ સંબંધી ઘટનાઓને જોઈ અને તેમાં ઘણી ઘટના દર્દીમાં એક સાથે જોવા મળી. તેનાથી ખબર પડી કે કોવિડની બીમારી એક જ રોગીના વિવિધ હિસ્સાને પ્રભાવિત કરી શકે છે. તેથી સમજવું મહત્વપૂર્ણ છે કે કોવિડ દરમિયાન સ્ટ્રોક કેમ આવે છે તે સમજવું જરૂરી છે. રિસર્ચ બાદ ખબર પડી કે કોવિડ સ્ટ્રોકનું જોખમ વધારે છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી બચવા જીવનશૈલીમાં સુધારો કરવો, બ્લડ શુગર, બ્લ્ડ પ્રેશર પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. ઉપરાંત રસીકરણ પણ કોવિડના જોખમથી બચાવે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )