(Source: ECI/ABP News/ABP Majha)
Patan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાન
મુન્નાભાઈ MBBS સુરેશ ઠાકોર છેલ્લા 10 વર્ષથી સાતલપુર તાલુકાના કોરડા ગામે 10 બેડની હોસ્પિટલ ચલાવતો હતો.
મુન્નાભાઈ એમબીબીએસ ઉર્ફે ડોક્ટર સુરેશ ઠાકોર એટલે કે ધોરણ 10 પાસ ડોક્ટર બની ગયેલા સુરેશ ઠાકોર છેલ્લા દસ વર્ષથી સાંતલપુર તાલુકાના કોરડા ગામે 10 બેડની હોસ્પિટલ ચલાવતો હતો. અને સ્થાનિક તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ કુંભકરણની નિંદ્રામાં હતું.પાટણ એસ.ઓ.જી પોલીસે આ સુરેશ ઠાકોરની ધરપકડ કરી ત્યારબાદ એબીપી અસ્મિતાની ટીમ સુરેશ ઠાકોરના ઘરે બનાવેલ 10 બેડની હોસ્પિટલ પર પહોંચી ત્યારે અનેક ખુલાસા થયા.
સુરેશ ઠાકોર પોતાના જ ઘરના ધાબા ઉપર 10 બેડની હોસ્પિટલ થયા કરી હતી. જેમાં હોસ્પિટલને લગતા તમામ સુવિધાઓ રાખવામાં આવી હતી. આ હોસ્પિટલમાં સુરેશ ઠાકોર બેસતો અને કોરડા ગામની આસપાસના 10 થી વધુ ગામોના દર્દીઓ અહીં સારવાર માટે આવતા કેટલાક લોકોને દવા ઇન્જેક્શન અને બોટલો પણ ચડાવતો હતો. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષથી તેઓ સુરેશ ઠાકોર પાસેથી દવા લેતા હતા