શોધખોળ કરો

ચાઈનીઝ એપ પર ડિજિટલ સ્ટ્રાઈકઃ સરકારે 54 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂક્યો, અહીં જુઓ યાદી

પ્રતિબંધિત 54 એપ્સની યાદીમાં Tencent, Alibaba અને ગેમિંગ ફર્મ NetEase જેવી મોટી ચીની કંપનીઓની એપ્સનો સમાવેશ થાય છે.

ભારત સરકારે ફરી એકવાર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરીને ચીનની 54 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અત્યાર સુધી પ્રતિબંધિત એપ્સની સત્તાવાર યાદી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ભારતમાં 54 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ એપ ભારતીય યુઝરનો ડેટા ચીન અને અન્ય દેશોમાં મોકલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપ્સ ભારતીય યુઝર્સના ડેટાને વિદેશી સર્વરમાં ટ્રાન્સફર કરી રહી હતી. ગૂગલના પ્લે સ્ટોરને એપ્સને પ્રતિબંધિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પ્રતિબંધિત 54 એપ્સની યાદીમાં Tencent, Alibaba અને ગેમિંગ ફર્મ NetEase જેવી મોટી ચીની કંપનીઓની એપ્સનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધિત આ 54 એપ્સ 2020માં પ્રતિબંધિત એપ્સનો નવો અવતાર છે.

જે 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera - Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock, Dual Space Lite જેવી એપ્સ સામેલ છે.

Garena બેટલ રોયલ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે 54 ચાઈનીઝ એપ્સ સિવાય ભારતમાં ફ્રી ફાયર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે, ફ્રી ફાયર મેક્સ હજુ પણ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. હાલમાં ગરેના દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે સિંગાપોર સ્થિત ગેમિંગ કંપની ગેરેના આ બેટલ રોયલ ગેમ ડેવલપ કરે છે.

તમને જણાવી દઈએ કે 2020માં પણ સરકારે 250 થી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં Tiktok અને PubG જેવી મોટી એપ્સના નામ હતા. 2020માં પ્રથમ ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈકમાં TikTok, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, ES File Explorer અને Mi Community જેવી એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget