કયાં મહિનામાં બાળકો માટે શરૂ થઇ જશે વેક્સિનેશન, AIIMSના ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ શું આપી માહિતી
AIIMSના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, બાળકો પર કોવેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે.ડીસીજી આઇએ 12 મેએ ભારત બાયોટેકને બાળકો પર વેક્સિનની બીજી અને ત્રીજી ટ્રાયલની મંજૂરી આપી છે
નવી દિલ્લી:એક બાજુ કોરોનાની બીજી લહેર ધીરે ધીરે નબળી પડી રહી છે તો બીજી તરફ થર્ડ વેવને લઇને અને જુદા જુદા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. એક્સપર્ટના મત મુજબ થર્ડ વેવ બહુ જલ્દી ભારતમાં દસ્તક દેશે. તો આ સાથે કેટલાક જાણકારનું માનવું છે કે, થર્ડ વેવ બાળકોને વધુ પ્રભાવિત કરશે, આ દરમિયાન બાળકોના વેક્સિનેશનને લઇને એક મોટી જાણકારી સામે આવી છે.
દિલ્લી એમ્સ હોસ્પિટલના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારત બાયોટેકની કોવેક્સિન સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે મંજૂરી આપવામાં આવશે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, “બાળકો પર કોવેક્સિનના બીજા અને ત્રીજા ટ્રાયલ બાદ સપ્ટેમ્બર સુધીનો ડેટા ઉપલબ્ધ થઇ જશે તો બાળકોને કોવેક્સિન માટે મંજૂરી અપાશે. જો ફાઇઝરને ભારતમાં મંજૂરી મળે છે તો આ પણ બાળકો માટે વેક્સિનનો એક સારો વિકલ્પ હશે”
ઉલ્લેખનિય છે કે, એમ્સ પટના અને એમ્સ દિલ્લીમાં 2થી 12 વર્ષના બાળકો પર કોવેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ડીસીજીઆઇએ 12 મેએ ભારત બાયોટેકને બાળકો પર બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી આપી હતી. જો કે ડોક્ટર ગુલેરિયાએ વાતથી સ્પષ્ટ ઇન્કાર કર્યો કે, થર્ડ વેવમાં બાળકો વધુ સંક્રમિત થઇ શકે છે. તેમણે એવું પણ ક્હ્યું કે, આ થ્યોરી પર વિશ્વાસ કરવાનું કોઇ કારણ નથી. ઉલ્લખનિય છે કે, તાજેતરમાં જ ડબલ્યુએચઓ અને એમ્સે મળીને એક સીરો સર્વે કર્યું હતું.
આ સીરો સર્વેનો જો નિષ્કર્ષ સામે આવ્યો તે મુજબ બાળકોના વયસ્કોની સરખામણીમાં વધુ પ્રભાવિત થવાના શક્યતા નથી. આ અધ્યન પાંચ રાજ્યોમાં કુલ 10,000ની પ્રસ્તાવિત આબાદીની વચ્ચે કરવામાં આવ્યો. આ સાથે ડોક્ટર ગુલેરિયા હવે બાળકોની સ્કૂલો ખોલવા માટે વિચાર કરવા પણ જણાવ્યું અને એમ પણ કહ્યું હતું કે, આ સાથે આપણે એ પણ સાવધાની રાખવાની છે કે, શિક્ષણ સંસ્થાન કોરોનાની સુપર સ્પ્રેડર ન બની જાય