શોધખોળ કરો

Disproportionate Assets Case: ઓમ પ્રકાશ ચૌટાલાને 4 વર્ષની જેલ, 4 સંપત્તિ પણ થશે જપ્ત

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા(Om Praksh Chautala) ને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Disproportionate Assets Case: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા(Om Praksh Chautala) ને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ(Rouse Avenue Court)ના વિશેષ સીબીઆઈ(CBI) જજ વિકાસ ધુલેએ તેમના પર 50 લાખ રૂપિયાનો દંડ  પણ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ચૌટાલાની 4 મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ મિલકતો દિલ્હીના હેલી રોડ, ગુરુગ્રામ, આસોલા અને પંચકુલામાં આવેલી છે.

2006માં સીબીઆઈએ ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. ઈન્ડિયન નેશનલ લોકદળના વડા ચૌટાલા પર 1993 અને 2006 વચ્ચે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ હતો. 16 વર્ષની ટ્રાયલ પછી, 21 મેના રોજ તેની આવક કરતાં અપ્રમાણસર રૂ. 2.81 કરોડની સંપત્તિ પ્રાપ્ત કરવા બદલ તેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(e) અને 13(2) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કલમોમાં 1 થી 7 વર્ષની જેલની જોગવાઈ છે.

કેટલા વર્ષની સજા થઈ?

87 વર્ષીય ઓમ પ્રકાશ ચૌટાલાના વકીલે તેમની વૃદ્ધાવસ્થા અને ખરાબ તબિયતને ટાંકીને છૂટની વિનંતી કરી હતી. જેબીટી શિક્ષક ભરતી કૌભાંડમાં 10 વર્ષની સજા ભોગવી ચૂકેલા ચૌટાલાના વકીલે અપ્રમાણસર સંપત્તિના કેસમાં સજા સાથે તેની ગણતરી કરવાની પણ વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે આ વાત સ્વીકારી નહીં અને ચૌટાલાને 4 વર્ષની જેલની સજા ફટકારી. 50 લાખ રૂપિયાનો દંડ લગાવતા કોર્ટે કહ્યું કે જો આ રકમ જમા નહીં કરવામાં આવે તો ચૌટાલાને 6 મહિનાની વધારાની સજા ભોગવવી પડશે.

LPG Subsidy: તમને LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળી છે કે કેમ તે તપાસવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો

કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો

સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં

IPL-2022 Qualifier 2: આજે ફાઇનલ માટે રાજસ્થાન રોયલ્સ અને બેગ્લોર વચ્ચે જંગ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

Embed widget