શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં

સુરત: શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ મળી રહી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, 12 દિવસ પહેલા ધરમપુરમાં ઈજાગ્રસ્ત અને બેભાન થયેલી યુવતીને સુરત સિવિલ લવાઇ હતી.

સુરત: શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ મળી રહી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, 12 દિવસ પહેલા ધરમપુરમાં ઈજાગ્રસ્ત અને બેભાન થયેલી યુવતીને સુરત સિવિલ લવાઇ હતી. ધરમપુરથી નવી સીવીલમાં દાખલ યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતી 12 દિવસ બાદ ભાનમાં આવતા તેની સાથે બળાત્કાર ગુજારાયો હોવાનું સામે આવ્યું છે.  યુવતીએ ભાનમાં આવ્યા બાદ તબીબને આપવીતી જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ લવાયેલી ધરમપુરની યુવતી સાથે રેપ થયાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે. હવે આ મામલે સુરત પોલીસે ધમરપુર પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

મુંદ્રા પોર્ટ પરથી DRIએ 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું, મીઠાના નામે ઈરાનથી આવ્યો હતો જથ્થો

Cocaine Seized From Mundra Port: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ફરી એકવાર ગુજરાતના મુન્દ્રા બંદરે મીઠાની આડમાં લાવવામાં આવેલ 52 કિલો કોકેઈન ઝડપ્યું છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 500 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કન્સાઈનમેન્ટ ઈરાન થઈને ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પણ મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22 દરમિયાન, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે અત્યાર સુધીમાં રૂ. 3200 કરોડનું કોકેઈન ઝડપ્યું છે.

DRIના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે ઈરાન મારફતે માદક દ્રવ્યોનો મોટો જથ્થો ભારતમાં મોકલવામાં આવી શકે છે. આ માહિતીના આધારે ડીઆરઆઈએ ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું. જેને ઓપરેશન 'નમકીન' નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશનમાં એકત્ર કરાયેલી ગુપ્ત માહિતી અને વ્યાપક ડેટા વિશ્લેષણ અને દેખરેખના આધારે, DRIને 25 મેટ્રિક ટન સામાન્ય મીઠાના કન્સાઇનમેન્ટ પર શંકા હતી જે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવ્યું હતું. આ મીઠાના કન્સાઈનમેન્ટમાં 1000 બેગ હતી જે ઈરાનથી મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવી હતી.

શંકાના આધારે ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા 24 મેથી 26 મે 2022 સુધી આ કન્સાઈનમેન્ટ સતત તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મીઠાની કેટલીક થેલીઓ શંકાસ્પદ મળી આવી હતી. કારણ કે, આ કોથળીઓમાં પાવડરના રૂપમાં એક અલગ વિશિષ્ટ પ્રકારની ગંધવાળો પદાર્થ મળી આવ્યો હતો. શંકાના આધારે, ડીઆરઆઈ અધિકારીઓએ આ શંકાસ્પદ થેલીઓમાંથી નમૂનાઓ લીધા હતા અને ગુજરાતની ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટની લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરાવ્યું હતું.

લેબોરેટરી અધિકારીઓ દ્વારા પરીક્ષણ દરમિયાન આ બેગમાંથી કોકેઈન મળી આવ્યું હતું. જે બાદ અત્યાર સુધી સર્ચ દરમિયાન 52 કિલો કોકેન મળી આવ્યું છે. કોકેઈન જપ્ત કર્યા બાદ, DRI સત્તાવાળાઓએ NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ તપાસ અને જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Embed widget