શોધખોળ કરો

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Pre Monsoon Activity: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ  રાજ્યમાં પવનગતિમાં વધારો થશે.  હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.  તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.

આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ગઈ કાલે અસહ્ય ગરમી બાદ આજે વાદળ છાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. જો કે વહેલા વરસાદની ભીતિએ ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર છે.

Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
કેરળમાં ચોમાસુ સક્રિય થયાના 48 કલાક બાદ રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરાશે. હાલ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ચુકી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગના મુજબ આ વર્ષે ચોમાસુ સામાનય રહી શકે છે. અરબી સમુદ્રમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેને લઈ 27 થી 29 તારીખ દરમિયાન દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે.

અમરેલી જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ પર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં વાદળછાયા વાતાવરણને લઈ આજે તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરે તે પહેલાં તકેદારી માટે પૂરતી કામગીરીને લઈ સરકાર સજ્જ છે. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. વલસાડના હાલર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીઓ નીચે પડી રહી છે. તો ફળ માખીનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેને લઈ નુકસાનીની ભીતી વધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
CSK vs MI Score: ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
Embed widget