શોધખોળ કરો
રાહુલ ગાંધીના રોડ શોમાં હંગામો, કોંગ્રેસ કાર્યકર્તાઓએ SPG કમાંડો સાથે કરી ઝપાઝપી
બરેલી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશમાં કિસાન યાત્રા પર નીકળ્યા છે. બરેલીમાં તેમના રોડ શો દરમિયાન જોરદાર હંગામો થયો અને એસપીજીના જવાનો સાથે કોંગ્રેસના કાર્યકર્તા ઝઘડ્યા હતા.
કોંગ્રેસ કાર્યકર્તા રાહુલ તરફ આગળ વધી રહ્યા હતા અને એસપીજીના જવાન તેમને રોકી રહ્યા હતા, જેને લઈને એસપીજીના જવાનો અને કાર્યકર્તાની વચ્ચે થોડી ઝપાઝપી થઈ હતી.
કોંગ્રેસ નેતા અમજદ સલીમ રાહુલ ગાંધીને માળા પહેરાવવા માટે રથ ઉપર ચઢી રહ્યા હતા, ત્યારે એસપીજી તેમને રોકી રહ્યા હતા. જેને લઈને આ ઝપાઝપી થઈ હતી. મામલો એટલો વધી ગયો કે રાહુલ ગાંધીને તેમની વચ્ચે પડવુ પડ્યું હતું. તમને જણાવી દઈએ કે અગાઉ સીતાપુરમાં રોડ શો દરમિયાન એક યુવકે રાહુલ ગાંધી પર પાછળથી બૂટ માર્યું હતું. જેના પછી તે યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દુનિયા
Advertisement