શોધખોળ કરો

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનનું વિવાદિત નિવેદન, કહ્યું- સરકારી અધિકારીઓ તમારૂ કામ ન કરે તો ડંડાથી ફટકારો

સાંસદો, ધારાસભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, એસડીએમ આ બધા જ નાગરિકોની સેવા કરવા માટે બંધાયેલા છે.

બેગુસરાયઃ ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિવાદિત નિવેદન માટે ઓળખાય છે. વિવાદિત નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. આ જ ક્રમમાં તેમનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. શનિવારે બિહારના બેગુસરાયમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં ભાજપના નેતાએ લોકોને સલાહ આપી કે અધિકારી અને તેમના તેમની સેવા માટે છે. અધિકારી જો તેમની વાત ન સાભળે તો તેને જાહેરમાં ડંડાથી ફટકારો. ગીરીરાજસિંહે કહ્યું હતું કે મને નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું સરકારી અધિકારીઓ નથી સાંભળતા, આવી અનેક ફરિયાદો મને મળી રહી છે. હું આવા લોકોને એટલુ જ કહેવા માગુ છું કે આવી નાની બાબતોને લઇને મારી પાસે કેમ આવો છો? સાંસદો, ધારાસભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, એસડીએમ આ બધા જ નાગરિકોની સેવા કરવા માટે બંધાયેલા છે. જો તેઓ તમારૂ ન સાંભળે તો હાથમાં ડંડો લો અને તેમના માથા પર ફટકારો આ ડંડા. જો તેમ છતા તેઓ કઇ જ ન કરે તો ગીરીરાજસિંહ તમારી પાછળ ઉભા છે. ગીરીરાજસિંહે આ નિવેદન બિહારના અધિકારીઓેને ધ્યાનમાં રાખીને આપ્યું હોવાની ચર્ચા છે. ત્યારે બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે પણ તે અંગે નિવેદન આપ્યું છે. મારપીટ કરવાની વાત ક્યાંય પણ ન્યાયોચિત્ત નથી. ગીરીરાજસિંહને જ પૂછો કે શું મારપીટ શબ્દનો ઉપયોગ કરવો તે યોગ્ય છે? આરજેડી નેતાએ ટ્વીટ કરીને કહી આ વાત હવે ગિરિરાજ સિંહના આ નિવેદન પર વિવાદ શરૂ થયો છે. આરજેડીએ ભાજપ નેતાના આ નિવેદનને બહાને મુખ્યમંત્રી નીતિશ અને બિહાર સરકાર પરન નિશાન સાધ્યું છે. પાર્ટીએ પોતાના સત્તાવાર હેન્ડલથી ટ્વીટ કરીને લખ્યું કે, એક બાજુ નીતિશ કુમાર જી યુવાઓને કહે છે કે સરકાર અથા અધિકારીનો વિરોધ કરશો, ધરણા પર બેઠશો અથવા સોશિયલ મીડિયા પર લખશો તો જેલ થશે, નોકરી નહીં મળે, બીજી બાજુ સનકી ગિરિરાજ સિંહ કહે છે કે અધિકારીઓને ડેડાથી ફટકારો. આ સરકાર ચાલી રહી છે કે મહાજંગલરાજ ચાલી રહ્યું છે ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?

‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું

Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?

ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન

લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Embed widget