Diwali: પીએમ મોદીની દિવાળી, જવાનો સાથે દિવાળી મનાવવા કારગીલ પહોંચ્યા પીએમ
દિવાળીના પ્રસંગે સરયૂ નદીના તટ પર 15 લાખ દિવડાં પ્રગટાવાયા હતા. વળી, પીએમ મોદી ભારત માં ના વીર સપૂતોની સાથે કારગિલમાં દિવાળી મનાવવા માટે પહોંચી ચૂક્યા છે. પીએ મોદી 2014થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યાં છે.
PM Modi On Diwali: દિવાળી પહેલાના વ્યસ્ત કાર્યક્રમ બાદ હવે વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વખતે પણ સરહદ પર સૈનિકોની સાથે સોશનીનો તહેવાર દિવાળી મનાવવા તૈયાર છે, એક દિવસ પહેલા જ તેમને અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની પૂજા કરી હતી, તેમને રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમિક્ષા કરી હતી. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
દિવાળીના પ્રસંગે સરયૂ નદીના તટ પર 15 લાખ દિવડાં પ્રગટાવાયા હતા. વળી, પીએમ મોદી ભારત માં ના વીર સપૂતોની સાથે કારગિલમાં દિવાળી મનાવવા માટે પહોંચી ચૂક્યા છે. પીએ મોદી 2014થી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી રહ્યાં છે.
2014ની દિવાળી પીએમ મોદીએ ક્યાં મનાવી ?
વડપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી દર વર્ષ સૈનિકોની સાથે દિવાળી મનાવી રહ્યાં છે. જ્યારે તેમને સિયાચિનમાં સુરક્ષાદળો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો, સિયાચીન ગ્લેશિયરની બર્ફિલી ઉંચાઇઓ પરથી અને બહાદુર સૈનિકો અને સશસ્ત્રા દળોના અધિકારીઓની સાથે, હું તમને તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવુ છું.
Ladakh: PM Modi lands in Kargil to celebrate Diwali with soldiers
— ANI Digital (@ani_digital) October 24, 2022
Read @ANI Story | https://t.co/SgtBxvz9Ki#Ladakh #PMModi #Kargil #Diwali2022 pic.twitter.com/XzSzrwoA7t
લાખો દીવાથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા - ગઇકાલે અયોધ્યા નગરી રામમય બની ગઇ હતી. દીપોત્સવની અદભૂત છટા જોવા મળી રહી હતી. રામકથા પાર્કને રાજભવનની માફક શણગારવામાં આવી હતી. પીએમ મોદી મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં શ્રીરામનું રાજતિલક કરી આરતી ઉતારી હતી. પીએમ મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ સુધી રોકાયા હતા.
दीपावली की आप सभी को ढेरों शुभकामनाएं। प्रकाश का यह पर्व हर किसी के जीवन में खुशियां और उत्तम स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 24, 2022
Uttar Pradesh | Prime Minister Narendra Modi offers 'aarti' at New Ghat, Saryu River in Ayodhya, on the eve of #Diwali #Deepotsav pic.twitter.com/WVnE5tWsDs
— ANI (@ANI) October 23, 2022
'રામ ભગવાન ભાવનાનું પ્રતિક છે'
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લાલ કિલ્લા પરથી મેં તમામ દેશવાસીઓને પાંચ આત્માઓને આત્મસાત કરવા માટે આહ્વાન કર્યું છે. એક તત્વ જેની સાથે આ પાંચ પ્રાણોની ઉર્જા સંકળાયેલી છે તે છે ભારતના નાગરિકોની કર્તવ્ય. આજે અયોધ્યા શહેરમાં, દીપોત્સવના આ શુભ અવસર પર, આપણે આપણા સંકલ્પને પુનરાવર્તિત કરવાનો છે અને શ્રી રામ પાસેથી શીખવાનું છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. મર્યાદા પણ આદર રાખવાનું અને માન આપવાનું શીખવે છે, અને ગૌરવની ભાવના, જે વિનંતી કરવામાં આવે છે, તે ફરજની અનુભૂતિ છે. રામ કોઈને પાછળ છોડતા નથી. રામ ફરજમાંથી મોઢું ફેરવતા નથી. ભગવાન રામ ભારતની એ ભાવનાના પ્રતિક છે, જે માને છે કે આપણા અધિકારો આપણી ફરજો દ્વારા સ્વયં સિદ્ધ થઈ જાય છે.