શોધખોળ કરો
ભારતમાં કોરોનાનો ઈલાજ કરતી આ સાવ સસ્તી દવાને લીલી ઝંડી, જાણો દિવસનો કેટલો થાય છે ખર્ચ ?
ભારતમાં ઝાયડસ કેડિલા અને વોકહાર્ટ ફાર્મા જેવી કંપનીઓ આ દવા બનાવે છે.આ દવાના સફળ ઉપયોગથી આવનારા દિવસોમાં API આયાત કિંમતમાં 30 ટકા જેટલો ઉછાળો આવી શકે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા મારને રોકવા માટે હાલમાં કોઈપણ પ્રકારની દવા કે રસીની શોધ થઈ નથી પરંતુ હાલમાં એક સ્ટેરોઈડ ‘ડેક્સામેથાસોન’ના કોરોના પર પ્રભાવિત પરિણામ બાદ તેના ઉપયોગ પર બધાની નજર છે. ભારતમાં પણ દવા નિર્માતાઓએ આ સ્ટેરોઇડ દવાને ઉપયોગી ગણાવી છે.
ચીનથી આવે છે API
જોકે તે બનાવવા માટે જરૂરી કાચો માલ એટલે કે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇનગ્રીડિયન્ટ્સ (API)ની કિંમતમાં ભારે ઉછાળો આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં આ API મોટેભાગે આયાત ચીનથી કરવામાં આવે છે અને તેના પર ભારતીય દવા બાનવતી કંપનીઓ નિર્ભર છે.
ઇતોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આ APIથી ડેક્સામેથાસોનનું ઉત્પાદન ઓછી કિંમત પર થઈ શકે છે. આ સ્ટેરોઈડ ફેફ્સા અને શ્વાસ સાથે જોડાયેલ બીમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં ઝાયડસ કેડિલા અને વોકહાર્ટ ફાર્મા જેવી કંપનીઓ આ દવા બનાવે છે. જ્યારે નિષ્ણાંતોનું માનવું છે કે, આ દવાના સફળ ઉપયોગથી આવનારા દિવસોમાં API આયાત કિંમતમાં 30 ટકા જેટલો ઉછાળો આવી શકે છે.
100-200 રૂપિયામાં એક દિવસનો ડોઝ
રિપોર્ટ અનુસાર તેના APIની કિંમત બજારમાં 55-65 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી છે. જોકે ભારતમાં પહેલાથી જ કેટલીક ગંભીર કોરોના દર્દીઓ પર આ સ્ટેરોઈડના હલ્કા વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે તેના એક દિવસના ડોઝની કિંમત 100-200 રૂપિયા આસપાસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
લાઇફસ્ટાઇલ
દેશ
Advertisement