શોધખોળ કરો

Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા

Doordarshan's New Logo:પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને તેના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને ભગવો કરી દીધો છે

Doordarshan's New Logo: પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શને તેના ઐતિહાસિક લોગોનો રંગ લાલથી બદલીને ભગવો કરી દીધો છે. ડીડી ન્યૂઝના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ સંબંધમાં એક જાહેરાત કરવામાં આવી હતી, જેમાં એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'જો કે અમારા મૂલ્યો એ જ છે, અમે હવે નવા અવતારમાં ઉપલબ્ધ છીએ. સમાચારની સફર માટે તૈયાર થઇ જઇ જે અગાઉ ક્યારેય નહી જોયું હોય... એકદમ નવા ડીડી ન્યૂઝનો અનુભવ કરો... જોકે, વિપક્ષ આ ફેરફારથી નારાજ જોવા મળી રહ્યો છે.

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી (DD, AIR) ના ભૂતપૂર્વ CEO જવાહર સરકારે લોગો બદલવાની ટીકા કરતા તેને 'દૂરદર્શનનું ભગવાકરણ' ગણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે 'રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેનો ઐતિહાસિક ફ્લેગશિપ લોગો કેસરી રંગમાં રંગ્યો છે! તેના ભૂતપૂર્વ CEO તરીકે હું તેના ભગવાકરણને ચિંતા અને લાગણી સાથે જોઈ રહ્યો છું. તે હવે પ્રસાર ભારતી નથી, તે પ્રચાર ભારતી છે.’

'આ સરકાર સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે'

કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે દૂરદર્શનના લોગોનો રંગ બદલવો એ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે. નોંધનીય છે કે તેઓ યુપીએ સરકાર દરમિયાન 2012 થી 2014 સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી હતા.

બીજેપીના આંધ્ર પ્રદેશના રાજ્ય ઉપાધ્યક્ષે કહ્યું હતું કે 'જ્યારે 1959માં દૂરદર્શન શરૂ થયું ત્યારે તેનો લોગો ભગવો હતો. સરકારે મૂળ લોગો અપનાવ્યો છે, પરંતુ લિબરલ્સ અને કોંગ્રેસ તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તેને ભગવા અને હિંદુઓ પ્રત્યે નફરત છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિપક્ષી નેતાઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું, 'આ લોકો ભગવા રંગને ખૂબ નફરત કરે છે. આ લોકો ભગવા રંગનો આનંદ માણી શકતા નથી... આ લોકો માત્ર તુષ્ટિકરણ કરનારા લોકો છે.'

વિઝ્યુઅલ એસ્થેટિકને ધ્યાનમાં રાખીને કરાયો ફેરફાર

દૂરદર્શનના નિર્ણયનો બચાવ કરતા પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ કહ્યું, 'નારંગી રંગનો નવો લોગો જોવા માટે આકર્ષક છે અને આ ફેરફાર વિઝ્યુઅલ અસ્થેટિકને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. લોગોનો રંગ નારંગી છે કેસરી નથી. તેમણે કહ્યું, 'માત્ર લોગો જ બદલાયો નથી, પરંતુ અમે DDના સમગ્ર લૂક અને ફીલને અપગ્રેડ કર્યો છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો આ વિશે કઠોર ટિપ્પણીઓ કરી રહ્યા છે. અમે છેલ્લા છ-આઠ મહિનાથી ડીડીનો લૂક અને ફિલ બદલવા પર કામ કરી રહ્યા હતા.  પ્રસાર ભારતીના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા લોગોને બીજેપી સાથે જોડાયેલા રંગ સાથે જોડવું ખોટું છે. તેમણે કહ્યું, 'છેલ્લા કેટલાક વર્ષોમાં દૂરદર્શને તેના લોગોનો રંગ બદલીને વાદળી, પીળો અને લાલ કરી દીધા છે. જોકે, લોગોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બે પાંખડીઓ અને વચ્ચેનો ગ્લોબ પહેલા જેવો જ રહે છે.

ટોપ સ્ટોરી

PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
Train Cancelled: અર્નબ વાવાઝોડાના કારણે વંદે ભારત સહિત 9 ટ્રેન રદ તો 14 ટ્રેનના બદલાયા રૂટ
Train Cancelled: અર્નબ વાવાઝોડાના કારણે વંદે ભારત સહિત 9 ટ્રેન રદ તો 14 ટ્રેનના બદલાયા રૂટ
મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવાની તારીખ લંબાવાઈ, ચૂંટણી પંચનો નિર્ણય
મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં અંતિમ મતદાર યાદી જાહેર કરવાની તારીખ લંબાવાઈ, ચૂંટણી પંચનો નિર્ણય
PM Kisan Yojana:પીએમ મોદી આજે 24મો હપ્તો જાહેર કરશે. ખાતામાં પૈસા જમા થયા કે નહિ આ રીતે કરો ચેક
PM Kisan Yojana:પીએમ મોદી આજે 24મો હપ્તો જાહેર કરશે. ખાતામાં પૈસા જમા થયા કે નહિ આ રીતે કરો ચેક

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
PM modi Gujarat Visit Live: બનાસ ડેરીના ચેરમેને પાઘડી પહેરાવી, ગાયની પ્રતિકૃતિ આપી કર્યું સ્વાગત
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા ફરી વિવાદમાં, વિદેશ પ્રવાસના ખર્ચને લઈને ઉઠ્યા સવાલ
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Embed widget