દિલ્હી CM ઓફિસમાંથી આંબેડકર-ભગત સિંહની તસવીરો હટાવાતા મોટો વિવાદ, જાણો હવે કોની તસવીર લગાવી ?
દિલ્હીમાં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી બંધારણના ઘડવૈયા ડૉ ભીમરાવ આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીરો હટાવી દેવામાં આવી છે.

Delhi Assembly News: દિલ્હીમાં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી બંધારણના ઘડવૈયા ડૉ ભીમરાવ આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીરો હટાવી દેવામાં આવી છે. પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે આ ભાજપની દલિત વિરોધી રાજનીતિને છતી કરે છે.
વિપક્ષના નેતા આતિશીએ કહ્યું, "દિલ્હી સરકારના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલના કાર્યકાળ દરમિયાન, દરેક સરકારી ઓફિસમાં આંબેડકર અને શહીદ ભગત સિંહના ફોટા રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે અમે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને વિધાનસભામાં તેમની ઓફિસમાં મળવા ગયા તો અમે જોયું કે સીએમ ઓફિસમાંથી બંને ફોટા હટાવી દેવામાં આવ્યા છે, AAP વિધાનસભામાં આનો સખત વિરોધ કરે છે.
AAPએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મહાત્મા ગાંધીની તસવીરો હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં રાખવામાં આવી આવી છે.
અરવિંદ કેજરીવાલે શું કહ્યું ?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહની ફોટો હટાવવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, "દિલ્હીની નવી ભાજપ સરકારે બાબા સાહેબનો ફોટો હટાવીને તેમની જગ્યાએ વડાપ્રધાન મોદીજીનો ફોટો લગાવી દીધો." આ યોગ્ય નથી.
તેમણે કહ્યું, "આનાથી બાબા સાહેબના કરોડો અનુયાયીઓને ઠેસ પહોંચી છે." મારી ભાજપને નમ્ર વિનંતી છે. તમે વડાપ્રધાનનો ફોટો લગાવો પણ બાબા સાહેબનો ફોટો ન હટાવો. તેમનો ફોટો રહેવા દો.
दिल्ली की नई बीजेपी सरकार ने बाबा साहेब की फोटो हटाकर प्रधान मंत्री मोदी जी की फोटो लगा दी। ये सही नहीं है। इस से बाबा साहेब के करोड़ो अनुयायियों को ठेस पहुँची है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 24, 2025
मेरी बीजेपी से प्रार्थना है। आप प्रधान मंत्री जी की फोटो लगा लीजिए लेकिन बाबा साहिब की फोटो तो मत हटाइए। उनकी फोटो… https://t.co/k9A2HKFECV
આ તસવીરોને લઈને દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. નવા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને અભિનંદન આપવાની સાથે આતિશીએ કહ્યું કે તસવીરો હટાવવી અપમાનજનક છે. AAP ધારાસભ્યો પણ આ અંગે હંગામો કરતા જોવા મળ્યા હતા. તેના પર સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે આ એક સૌજન્યપૂર્ણ સંબોધન હતું. રાજકીય મંચ બનાવવો જોઈએ નહીં. હું આતિશીના વર્તનની સખત નિંદા કરું છું.





















