શોધખોળ કરો

Dussehra Festivals: સમગ્ર દેશમાં ધામધૂમથી દશેરાની ઉજવણી, દિલ્હીથી લઈ કાશ્મીર અને કર્ણાટક સુધી રાવણ દહન 

દેશભરમાં આજે દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર ધામધૂમ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે ઘમંડી રાવણ પર વિજય મેળવ્યો હતો.

Dussehra Festivals Celebration 2023:  દેશભરમાં આજે દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર ધામધૂમ અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો. આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે ઘમંડી રાવણ પર વિજય મેળવ્યો હતો. આ દિવસથી જ વિજયાદશમી પર રાવણના પૂતળાને બાળવાની પરંપરા ચાલી રહી છે. મંગળવારે (24 ઓક્ટોબર) દેશના અલગ-અલગ રાજ્યોમાં રાવણનું દહન કરવામાં આવ્યું હતું જ્યાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ સુધી બધા હાજર હતા.
 
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો રામલીલા  મોટા પાયે આયોજન કરતી સમિતિઓ દ્વારા સ્થળ પર દશેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલ કિલ્લાના મેદાનમાં ધાર્મિક લીલા સમિતિ દ્વારા આયોજિત દશેરા સમારોહમાં ભાગ લીધો હતો અને રાવણ દહન કર્યું હતું.

PM મોદીએ દ્વારકાના મેદાનમાં રાવણ દહન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના દ્વારકા સેક્ટર 10માં ડીડીએ ગ્રાઉન્ડ ખાતે આયોજિત દશેરા સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા અને રાવણની સાથે સાથે  કુંભકરણ અને મેઘનાથના પૂતળાનું દહન કર્યું હતું. દિલ્હીમાં તેમના દશેરાના ભાષણમાં  પીએમ મોદીએ સૌહાર્દને નુકસાન પહોંચાડતા જાતિવાદ અને પ્રાદેશિકવાદ જેવી વિકૃતિઓને દૂર કરવાનું આહ્વાન કર્યું હતું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે આ વખતે અમે વિજયાદશમીની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે ચંદ્ર પર અમારી જીતને 2 મહિના થઈ ગયા છે.

સોનિયા ગાંધીએ લાલ કિલ્લાના મેદાનમાં રાવણનું દહન કર્યું હતું

દિલ્હીના લાલ કિલ્લાના મેદાનમાં નવશ્રી ધાર્મિક લીલા સમિતિના રાવણ દહન કાર્યક્રમમાં કોંગ્રેસ સંસદીય સમિતિના ચેયરપર્સન સોનિયા ગાંધીએ હાજરી આપી હતી. તેઓએ રાવણની સાથે મેઘનાથ અને કુંભકરણના પૂતળાનું દહન કર્યું હતું. 

પટનાના ગાંધી મેદાનમાં નીતિશ-લાલુ સાથે જોવા મળ્યા

બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. પટનાના ગાંધી મેદાન રામલીલા મહોત્સવમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તીર છોડ્યું અને 'રાવણ દહન' કર્યું. આ અવસર પર આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ પણ મંચ પર હાજર હતા.

પુષ્કર ધામીએ દેહરાદૂનમાં રાવણનું દહન કર્યું હતું

ઉત્તરાખંડના દેહરાદૂનમાં દશેરાના અવસર પર પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત 'રાવણ દહન' કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પહોંચ્યા હતા. તેઓએ દુષ્ટતાના પ્રતીક રાવણના પૂતળા પર તીર માર્યું અને દહન કર્યું,  આ પ્રસંગે સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

કર્ણાટકમાં પણ દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવાયો

દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના મૈસુરમાં દશેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર મૈસુર દશેરા ઉત્સવમાં પહોંચ્યા હતા.

શ્રીનગર અને લદ્દાખમાં પણ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દશેરાના અવસર પર, જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં 'રાવણ દહન' કરવામાં આવ્યું હતું અને લોકોએ જોરથી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ નારાઓ સાથે સમગ્ર ઘાટીમાં જય શ્રી રામના ગુંજી ઉઠ્યા હતા. દશેરાના અવસર પર લદ્દાખના પોલો ગ્રાઉન્ડમાં 'રાવણ દહન' કરવામાં આવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Surat Firing Case: સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા
Rajkot News: 'તગડો પગાર મળે છે લાંચ ન આપવી': રાજકોટમાં લાંચ ન આપવી તેવા અધિકારીએ લગાવ્યા પોસ્ટર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું
Embed widget