BBC વિરુદ્ધ મોદી સરકારની કાર્યવાહી , વિદેશી ફંડિંગમાં ગડબડને લઇને EDએ દાખલ કર્યો કેસ
ઇડીએ વિદેશી ફંડિંગમાં ગેરરીતિઓના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે.
BBC India : સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) બીબીસી પર કાર્યવાહી શરૂ કરી છે. તેમણે વિદેશી ફંડિંગમાં ગેરરીતિઓના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે.
Enforcement Directorate has filed a case against BBC under Foreign Exchange Management Act for irregularities in foreign funding: ED pic.twitter.com/NSsv4zoZW5
— ANI (@ANI) April 13, 2023
ભારતમાં બીબીસી વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી પહેલીવાર થઈ છે.
આ વર્ષે ફેબ્રુઆરી 2023માં આવકવેરા વિભાગના અધિકારીઓએ દિલ્હીમાં બીબીસી ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને તેનાથી સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરી હતી. આ બાબતે સત્તાવાર નિવેદન આપતા આવકવેરા વિભાગે કહ્યું હતું કે તેઓ FDI ઉલ્લંઘનના કેસમાં BBCની તપાસ કરશે. આ સંબંધમાં આજે ED એ બીબીસી પર ફોરેન એક્સચેન્જ વાયોલેશન એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
ED files case against BBC for irregularities in foreign funds
— ANI Digital (@ani_digital) April 13, 2023
Read @ANI Story | https://t.co/7CrgDGcMIc
#BBC #ED #ForeignFunds pic.twitter.com/RvUUZ6KGGx
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, EDએ કંપનીના કેટલાક અધિકારીઓને FEMA હેઠળ સંસ્થા સાથે સંબંધિત દસ્તાવેજો અને નિવેદનો ફાઇલ કરવા માટે પણ કહ્યું છે.
આવકવેરાની કાર્યવાહી બાદ EDએ BBC વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે EDએ BBCના ઘણા દસ્તાવેજોની તપાસ કરી છે. એટલું જ નહીં સંસ્થા સાથે જોડાયેલા લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ત્રણ દિવસ સુધી દરોડા પાડ્યા હતા. આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા હતા જ્યારે ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને દેશમાં હોબાળો મચી ગયો હતો. આવી સ્થિતિમાં કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ આ કાર્યવાહીને ગુજરાત રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટ્રી સાથે જોડી દીધી હતી.
બીબીસીની ડોક્યુમેન્ટરીનો શું હતો વિવાદ ?
વાસ્તવમાં તાજેતરમાં જ બીબીસીની એક ડોક્યુમેન્ટરી રીલિઝ થઇ હતી. આ ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો પર હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરીને પ્રચાર ગણાવીને સ્ક્રીનીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો. ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને ઘણી યુનિવર્સિટીઓમાં હોબાળો થયો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી.
Rozgar Mela: મોદીનો મોટો ધડાકો, પીએમે આજે 71000 લોકોને આપ્યા નોકરી માટેના એપૉઇન્ટમેન્ટ લેટર, જાણો વિગતે
Appointment Letter Under Rozgar Mela: આજે 13મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો ધડાકો કર્યો છે, પીએમ મોદીએ એક વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દેશમાં લગભગ 71 હજાર યુવાઓને નોકરી માટેના એપૉઇન્ટમેન્ટ લેટર આપ્યા છે. આ જૉબ ઓફર લેટરનું વિતરણ પીએમ મોદી રોજગાર મેળા અંતર્ગત કરવામાં આવ્યુ છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી આમાં નિયુક્ત થનારા યુવાઓને પણ સંબોધિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી વિભાગમાં તાજેતરમાં નિમણૂક પામેલા 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપ્યા હતા. રોજગાર મેળો એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખાસ અને મોટી પહેલ છે. આ મેળાનો ઉદેશ્યો દેશમાં વધુને વધુ લોકોને રોજગારી આપવામાં મદદ કરવાનો છે. રોજગાર મેળા અંતર્ગત અનેક વિભાગોમાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.
કયા-કયા વિભાગોમાં નવાનિયુક્ત થયેલા યુવાઓને અપાયા નિમણૂંકોને પત્રો -
ભારત સરકાર અંતર્ગત 71 હજાર યુવાઓને નોકરી માટે ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કૉમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કૉન્સ્ટેબલ, સ્ટેનૉગ્રાફર, જૂનિયર એકાઉન્ટન્ટ, પૉસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સીનિયર ડ્રાફ્ટ્સમેન, JE સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રૉફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રૉબેશનરી ઓફિસર, PA, MTS વિવિધ જગ્યાઓ પર કામ કરવા માટે પસંદ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હોય તે તમામ લોકોને આજે એપૉઇન્ટમેટન્ટ લેટર આપવામાં આવ્યા હતા