શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ED ઓફિસમાં પાંચ અધિકારીઓ કોરોના વાયરસથી સંક્રમિત, કાર્યાલય કરાયું બંધ
EDના પાંચ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થતાં કાર્યલય બે દિવસ માટે સીલ મારી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હી: પ્રવર્તન નિદેશાયલ (ED)ના પાંચ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થાય છે. તેના બાદ તપાસ એજન્સીના મુખ્યાલયે સોમવાર સુધી 48 કલાક માટે ઓફિસ બંધ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સંક્રમિત કર્મચારીઓમાં વિશેષ નિદેશક રેન્કના એક અધિકારી પણ સામેલ છે.
અધિકારીએ જણાવ્યું કે, પાંચમાંથી બે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી છે. ખાન માર્કેટમાં લોકનાયક ભવનની અન્ય બિલ્ડિંગમાંથી કોવિડ-19ના કેસ સામે આવ્યા બાદ એજન્સીએ પોતાના કાર્યલયમાં વિભાગવાર તપાસ કરાવી હતી, જેમાંથી આ કર્મચારીઓ સંક્રમિત મળી આવ્યા છે. લોકનાયક ભવનમાં ઈડીનું કાર્યાલય છે. આ પહેલા ગત મહિનામાં પણ ઈડીના એક કર્મચારી કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા હતા.
સ્વાસ્થ મંત્રાલય અનુસાર, દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 26334 પર પહોંચી ગઈ છે. જેમાંથી 10315 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 15311 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 708 લોકોનાં કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion