ED અધિકારીને 20 લાખની લાંચ લેતા પોલીસે રંગે હાથ ઝડપ્યો, જાણો વધુ વિગતો
તમિલનાડુના ડિંડીગુલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો એક અધિકારી એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે.
તમિલનાડુના ડિંડીગુલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો એક અધિકારી એક ડૉક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે. સમાચાર એજન્સી ANIએ શુક્રવારે (1 ડિસેમ્બર) સ્થાનિક પોલીસને ટાંકીને આ માહિતી આપી હતી.
આરોપી ED ઓફિસરનું નામ અંકિત તિવારી જણાવવામાં આવ્યું છે. આરોપ છે કે અંકિત તિવારી તેની ED અધિકારીઓની ટીમ સાથે ઘણા લોકોને ધમકાવી રહ્યો હતો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં તેમનો કેસ બંધ કરાવવાના નામે લાંચ લેતો હતો.
#WATCH | Tamil Nadu | ED officer Ankit Tiwari was caught red-handed while accepting a bribe of Rs 20 lakhs from a doctor in Dindigul, Tamil Nadu. He along with his team of ED officers had been threatening several people and receiving bribes in the name of closing their case in… pic.twitter.com/iiTP8IqPXy
— ANI (@ANI) December 1, 2023
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ડીવીએસી (ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન)ના અધિકારીઓએ તિવારીને ડિંડીગુલમાં 20 લાખ રૂપિયાની રોકડ સાથે પકડ્યા હતા. મામલાની તપાસ ચાલી રહી છે. DVAC એ મદુરાઈમાં ED ઓફિસની પણ સર્ચ કરી છે.
તમિલનાડુના મદુરાઈમાં તૈનાત એક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારી ડિંડીગુલ જિલ્લામાં એક સરકારી ડૉક્ટરને સંડોવતા અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ED અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. કેસ પડતો મૂકવા માટે તેણે 1 કરોડ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી અંગે ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DAVC) તરફથી ટૂંક સમયમાં નિવેદન આવે તેવી શક્યતા છે. જોકે, DVAC સૂત્રોએ જણાવ્યું હતું કે અંકિત તિવારી કારમાં હતો અને પીછો કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ તિવારીને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. તેણે કથિત રીતે રાજ્ય ધોરીમાર્ગ પર એક ડ્રોપ-ઓફ પોઈન્ટ પર લાંચના પ્રથમ ભાગ તરીકે રૂ. 20 લાખ લીધા હતા. આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. હાલ તો આ મોટી લાંચની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial