PM Modi Cabinet: NCP બાદ હવે શિવસેના નારાજ, કહ્યું, 7 સાંસદો હોવા છતાં ન મળ્યું કેબિનેટ મંત્રાલય
PM Modi Cabinet: શ્રીરંગ બારણે કહ્યું કે, અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. તો પછી લોકસભાની 7 બેઠકો મળવા છતા આમ શા માટે?
PM Modi Cabinet: અજિત પવાર જૂથની NCPની નારાજગી બાદ હવે એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારણે કહે છે કે એક તરફ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને એચડી કુમારસ્વામીની પાર્ટીને ઓછી બેઠકો મળવા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ સાત સાંસદો હોવા છતાં તેમની પાર્ટી માત્ર સ્વતંત્ર પ્રભારની સાછે રાજ્ય મંત્રીનું જ પદ આપવામાં આવ્યું હતું.
શ્રીરંગ બારણે કહ્યું કે, અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. તો પછી લોકસભાની 7 બેઠકો મળવા છતા આમ શા માટે? શું શિવસેનાને માત્ર એક જ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મળ્યો? શિવસેનાના ચીફ વ્હીપે કહ્યું, અમારી શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું. આમ કહીને શિંદે જૂથના સાંસદ શ્રીરંગ બારણે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એનડીએના અન્ય ઘટકોમાંથી એક-એક સાંસદ ચૂંટાયા હતા, પરંતુ તેમને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવ્યું છે, તો પછી ભાજપે શિંદે જૂથ પ્રત્યે આવું અલગ વલણ કેમ અપનાવ્યું?
શિવસેના સાંસદે કહ્યું કે જો આવું થાય તો પરિવારની વિરુદ્ધમાં આવેલા અને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને મંત્રી પદ આપવું જોઈતું હતું. આ ઉપરાંત ભાજપે આ મંત્રી પદ સતારાના સાંસદ ઉદયનરાજે ભોસલેને આપવું જોઈતું હતું.
મોદી કેબિનેટમાં એનસીપીને પણ સ્થાન ન મળ્યું
નરેન્દ્ર મોદીની નવી સરકાર રવિવારે (9 જૂન) શપથ લીધા. આ દરમિયાન,મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની આગેવાની હેઠળની NCPને મોદી કેબિનેટ(Narendra Modi 3.0 Cabinet)માં સ્થાન મળ્યું નથી.. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને સંભવિત પ્રધાનો સાથે બેઠક યોજી ત્યારે NCPમાંથી કોઈ હાજર નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી ચીફ અજિત પવાર નવી કેન્દ્ર સરકારમાં સામેલ થવા માટે કોઈ કોલ ન મળવાથી નારાજ છે.
તો બીજી તરફ શરદ પવાર જૂથના NCP નેતા રોહિત પવારે અજિત પવાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “અજિત દાદાની શક્તિ ઓછી થઈ ગઈ છે. ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે અમને તમારાથી ફાયદો થયો નથી. અજિત દાદાએ આગળ જતા ભાજપના સિમ્બોલ પર લડવું પડશે. દાદાનો સૌથી વધુ ફાયદો પ્રફુલ્લ પટેલને થયો છે. EDની તપાસ પણ બંધ થઈ ગઈ અને રાજ્યસભા પણ મળી.