Election Results 2022: ગુજરાતની હાર પર પ્રથમ વખત બોલ્યા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, જાણો શું કહ્યું ?
ગુજરાત અને હિમાચલની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બીજેપી ગુજરાતમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે ત્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કર્યો છે.
![Election Results 2022: ગુજરાતની હાર પર પ્રથમ વખત બોલ્યા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, જાણો શું કહ્યું ? election results 2022 congress president mallikarjun kharge say for the first time on the victory of himachal and the crushing defeat of gujarat Election Results 2022: ગુજરાતની હાર પર પ્રથમ વખત બોલ્યા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, જાણો શું કહ્યું ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/29/2b919c59cc6d6aa9342fbee725a215471669740366603538_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Election Results Live: ગુજરાત અને હિમાચલની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બીજેપી ગુજરાતમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે ત્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કર્યો છે. ગુજરાતમાં ભાજપ 158 બેઠકો પર આગળ છે. બીજી તરફ કોંગ્રેસ માત્ર 16 સીટો પર આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી 5 અને અન્ય 4 સીટો પર આગળ છે.
આ સાથે જો હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં કોંગ્રેસે 22 સીટો જીતી છે, જ્યારે તે 17 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપે 14 બેઠકો જીતી છે અને 12 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ સિવાય ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
જીત અને હાર બંને સ્વીકાર- ખડગે
આ ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે જીત અને હાર બંને સ્વીકારીએ છીએ. અમે હિમાચલ પ્રદેશમાં જીત્યા છીએ તેથી હું ત્યાંના લોકોનો આભાર માનું છું. હિમાચલની જીત કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓની મહેનતનું પરિણામ છે. હું તેને અભિનંદન આપું છું. આ સાથે તેમણે કહ્યું કે હું પ્રિયંકા ગાંધીનો આભાર માનવા માંગુ છું, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ પણ આમાં અમારી મદદ કરી. સોનિયા ગાંધીના આશીર્વાદ પણ અમારી સાથે છે. હું દરેકને અભિનંદન આપું છું. અમે ગુજરાતની હાર સ્વીકારીએ છીએ.
હું ગુજરાતની હારનો શ્રેય નહીં લઉંઃ ખડગે
ગુજરાતની હાર પર તેમણે કહ્યું કે હું તેનો શ્રેય નહીં લઉં. લોકશાહીમાં જીત અને હાર છે. અમે અમારા સિદ્ધાંતોનું પાલન કરવાનું ચાલુ રાખીશું અને લડતા રહીશું. જ્યાં ખામીઓ હશે, તેને ધ્યાનમાં લેવામાં આવશે, તેને સુધારવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ધારાસભ્ય દળી કોઈ બેઠક બોલાવવામાં આવી છે તો કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમારા નિરીક્ષક અને પ્રભારી સચિવ જઈ રહ્યા છે. ગયા પછી, અમે નક્કી કરીશું કે રાજ્યપાલને ક્યારે મળવું અને ક્યારે મીટિંગ બોલાવવી.
ભૂપેન્દ્ર પટેલ ફરી કેમ બની રહ્યા છે CM
પાટીદાર અનામત આંદોલનને કારણે 2017માં ભાજપ 99 બેઠકો પર આવી ગયું હતું. પાર્ટીએ 1995 પછી સૌથી ઓછી બેઠકો જીતી હતી. પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલને પ્રમોટ કરીને અને પછી તેમને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવીને પાટીદાર સમુદાયને આકર્ષવાની યોજના બનાવી હતી.
ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો 1 લાખ 91 હજાર મતથી વિજય
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાજપને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો મળી રહી છે. પ્રથમ વખત રાજ્યના તમામ જિલ્લામાં ભગવો લહેરાયો છે. ભાજપની ભવ્ય જીતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં ભવ્ય વિજય બદલ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ટેલીફોનના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)