Rajkot News: રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
રાજકોટમાં ભાજપના કાર્યકર ફારૂક મુસાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. આરોપ છે કે વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાના આરોપી ફારૂક મુસાણી ચલાવતો હતો ગેરકાયદેસર કતલખાનું. જે અંગે 17 જાન્યુઆરીએ જીવદયા પ્રેમીએ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે આ અરજના આધારે છેક 30 જાન્યુઆરીએ મોચી બજાર ખાડામાં આવેલ બે માળના મકાનમાં દરોડા પાડ્યા. પોલીસ પહોંચી ત્યારે મકાનમાં મૃત પશુનું ચામડું પડ્યુ હતુ.. સાથે જ માંસ કાપવાના છરા પણ જપ્ત કરાયા હતા. પોલીસે સ્થળ પરથી માંસના સેમ્પલને FSLમાં મોકલ્યા હતા. તપાસમાં એ ગૌમાંસ હોવાનો ત્રણ ફેબ્રુઆરીએ રિપોર્ટ આવ્યા. જો કે ફારૂક મુસાણી ભાજપનો કાર્યકર હોવાથી પોલીસે ત્રણ ત્રણ દિવસ સુધી ગુનો નોંધ્યો નહોતો. અંતે 6 ફેબ્રુઆરીએ ફારૂક મુસાણી અને તેના કતલખાનામાં કામ કરતા મનાના હારૂન લીંગડીયાની ધરપકડ કરી.





















