શોધખોળ કરો

Election Survey: 2024માં વડાપ્રધાન તરીકે કોણ પસંદ ? નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી, તાજા સર્વેમાં આવી ચોંકાવનારી ખબર

ટીવી 9 અને પૉલસ્ટાર્ટે 2024 લોકસભા ચૂંટણીને લઇને મેગા સર્વે કર્યો છે, આ સર્વેમાં 2024 માં પીએમ તરીકે જનતાનો મત પુછવામાં આવ્યો,

Lok Sabha Election Survey: પૂર્વોત્તરના ત્રણેય રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં થયેલી વિધાનસભા ચૂંટણીની પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. બે રાજ્યો ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપી ગઠબંધન સરકારની વાપસી થઇ ચૂકી છે. જ્યારે મેઘાલયમાં પણ બીજેપીએ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં પીએમ મોદીનો જાદૂ એકવાર ફરીથી ચાલ્યો છે. આની અસર 2024 લોકસભા ચૂંટણીમાં કેટલો થશે એ જોવાનો બાકી છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણી 2024 ને લઇને એક સર્વે સામે આવ્યો છે, જેમાં આગામી પીએમના નામે પર જનતાએ પોતાની પસંદગી દર્શાવી છે. 

ટીવી 9 અને પૉલસ્ટાર્ટે 2024 લોકસભા ચૂંટણીને લઇને મેગા સર્વે કર્યો છે, આ સર્વેમાં 2024 માં પીએમ તરીકે જનતાનો મત પુછવામાં આવ્યો, જેમાં એકવાર ફરીથી પીએમ મોદીની લોકપ્રિયતા ટૉપ પર દેખાઇ રહી છે. 

પીએમ મોદી સૌથી આગળ - 
સર્વે અનુસાર, આગામી પીએમ તરીકે નરેન્દ્ર મોદી એ જનતાની પહેલી પસંદ છે. 58 ટકા લોકોએ આગામી પીએમ તરીકે મોદીના નામ પર મહોર લગાવી છે. ખાસ વાત છે કે, આ લિસ્ટમાં પીએમ મોદીને ટક્કર આપવા માટે દુર દુર સુધી કોઇ નથી દેખાઇ રહ્યું.  

ક્યાં છે રાહુલ ગાંધી - 
નરેન્દ્ર મોદી બાદ આગામી  નામ રાહુલ ગાંધીનુ છે, જેને 19.9 ટકા લોકોએ આગામી પીએમ તરીકે પોતાની પહેલી પસંદ બતાવ્યા છે. પીએમ મોદીની સરખામણીમાં રાહુલ ગાંધી બહુજ પાછળ છે. ત્રીજા નંબર પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ છે, જેને 8.9 ટકાએ આગામી પીએમ તરીકે પસંદ કર્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી માટે આ સર્વેમાં એકદમ ખબર સામે આવી છે, મમતા બેનર્જીને માત્ર 7.4 ટકા જનતાએ પોતાની પહેલી પસંદ બતાવ્યા છે, અને તે ચોથા નંબર પર છે. અન્યને 5.8 ટકા મત મળ્યા છે. 

Lok Sabha Election 2024: 'TMC એકલા જ 2024ની લોકસભા ચૂંટણી લડશે', વિપક્ષની એકતાના પ્રયાસો વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન

Lok Sabha Elections 2024: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ વિપક્ષી એકતાની કવાયતને મોટો ઝટકો આપ્યો છે. તેમણે ગુરુવારે (2 માર્ચ) કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. ટીએમસીનું ગઠબંધન જનતા સાથે રહેશે.

બેનર્જીએ કહ્યું હતું કે તે લોકોના સમર્થનથી 2024ની લોકસભા ચૂંટણી લડશે." આવી સ્થિતિમાં મને ખાતરી છે કે જે પણ ભાજપને હરાવવા માંગે છે તે ટીએમસીને મત આપશે. તેમણે વધુમાં દાવો કર્યો કે લોકો તેમની સાથે છે. 2024માં પણ આવું જ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આગામી દિવસોમાં ઘણા વિપક્ષી નેતાઓ ભાજપ વિરુદ્ધ એકસાથે થવા માટે રેલી કરી રહ્યા છે, પરંતુ TMC દ્વારા એકલા ચૂંટણી લડવાની જાહેરાત ચિંતા વધારી શકે છે. તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિને બુધવારે (1 માર્ચ) તેમના જન્મદિવસ પર ચેન્નઈમાં રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન તમામ નેતાઓએ ભાજપ સામે એક થવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત પર મમતા બેનર્જીએ શું કહ્યું?

તેમણે કહ્યું કે સાગરદિઘી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે તેના વોટ કોંગ્રેસને ટ્રાન્સફર કર્યા છે. કોગ્રેસ નેતા બાયરન બિસ્વાસને 97 હજાર 667 વોટ મળ્યા અને ટીએમસીના દેવાશિષ બેનર્જીને 64 હજાર 681 વોટ મળ્યા હતા. ત્રીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર દિલીપ શાહને 25 હજાર 815 મત મળ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget