શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીરમાં સેનાની જોરદાર કાર્યવાહી, અથડામણ દરમિયાન બે આતંકીને ઠાર માર્યા
ટિકન વિસ્તારમાં બે ત્રણ આતંકીઓ સંતાયેલા હોવાની ખબર મળી હતી. સીઆરપીએફ પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારને ઘરે લીધો અને ઓપરેશન ચલાવ્યુ હતુ, ઓપરેશન હજુ ચાલુ જ છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી સવાર સવારમાં એક મોટી ખબર સામે આવી છે. દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓના ગઢ કહેવાતા પુલવામામાં આંતકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં બે આતંકી ઠાર થઇ ગયા છે.
ટિકન વિસ્તારમાં બે ત્રણ આતંકીઓ સંતાયેલા હોવાની ખબર મળી હતી. સીઆરપીએફ પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારને ઘરે લીધો અને ઓપરેશન ચલાવ્યુ હતુ, ઓપરેશન હજુ ચાલુ જ છે.
ટિકન ગામમાં આતંકીઓ છુપાયેલા હોવાની જાણકારી મળ્યા બાદ સવારે પાંચ વાગ્યાની આસપાસ સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કરી દીધુ, આ પછી સેનાએ આખા વિસ્તારને ઘેરેની તપાસ અભિયાન ચલાવ્યુ હતુ. આ સર્ચ ઓપરેશન દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરી દીધુ, આતંકીઓના ફાયરિંગનો જવાબ આપતા સેનાએ મોરચો સંભાળ્યો અને જવાબી ફાયરિંગ કર્યુ હતુ. સુરક્ષાદળો તરફથી બતાવવામાં આવ્યુ છે કે બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે ઘાટીમાં ડીડીસી ચૂંટણી શરૂ થયા બાદથી દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં આ પહેલી અથડામણ છે. સુરક્ષાદળોને પહેલા જ અંદેશો આવી ગયો હતો કે આ રીતની ઘટનાઓ દક્ષિણ કાશ્મીરમાં થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion