શોધખોળ કરો
Advertisement
કાશ્મીરમાં 24 કલાકમાં ચાર એન્કાઉન્ટર, પાંચ આતંકી ઠાર મરાયા
કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં આતંકવાદીઓ સાથે અથડામણની ચાર ઘટના બની છે. શોપિયા જિલ્લામાં ઇમામ સાહબમાં બે-ત્રણ આતંકવાદીઓ છૂપ્યા હોવાની જાણકારી મળી હતી. બંદીપોરામાં અથડામણ દરમિયાન લશ્કર-એ-તૌયબાના બે આતંકીઓ માર્યા ગયા છે. જેમાં લશ્કરનો ટોપ કમાન્ડર અલીભાઇ પણ સામેલ છે.
એક રિપોર્ટ અનુસાર, બારામુલા જિલ્લામાં ગુરુવારે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. તે સિવાય શોપિયામાં પણ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આ ચાર અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ આતંકીઓનો ઠાર મારવામાં આવ્યો છે. આ દરમિયાન એક અધિકારી સહિત ત્રણ સૈન્યકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે.
અલી ભાઇ પાકિસ્તાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શ્રીનગર સ્થિત સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, બારામૂલાના કલંતરા વિસ્તારમાં નમબલનાર અભિયાનમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. અથડામણ હજુ પણ ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement