શોધખોળ કરો
Advertisement
PNB કૌભાંડ: ED નીરવ મોદીના 173 પેઇન્ટિંગ્સ અને 11 કારની કરશે હરાજી
નવી દિલ્હી: પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની ધરપકડ બાદ બુધવારે તેને કૉર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટમાં હાજર થવા દરમિયાન નીરવ મોદીએ જામીનની અરજી દાખલ કરી હતી જે કૉર્ટ ફગાવી દીધી છે અને 29 માર્ચ સુધી જેલમાં મોકલી દીધો છે. ત્યારે બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ભાગેડૂ નીરવ મોદીની 173 પેઇન્ટિંગ્સ અને 11 કારની હરાજી કરશે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ કોર્ટથી ઈડીને તેની હરાજી કરવાનો મંજૂરી મળી છે.
અધિકારીએ જણાવ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ અંતર્ગત દાખલ કરવામાં આવેલા મામલાની સુનાવણી કરનાર કોર્ટે નીરવ મોદીની પત્ની એમી મોદીના પણ બિન-શરતી વોરન્ટ જાહેર કર્યા છે. ઈડીએ પીએનબી કૌભાંડમાં તેની ભૂમિકાને રેખાંકિત કરતા હાલમાં જ એક આરોપપત્ર દાખલ કર્યું હતું.
ઈડી અને ઈનકમટેક્સ વિભાગ નીરવ મોદીની 173 પેન્ટિંગ અને રોલ્સ રૉયસ, પોર્શ, મર્સિડીઝ અને ટોયોટા ફોચર્યૂનર જેવા 11 વાહનોની લીલામી કરશે. પેન્ટિંગની કિંમત 57.72 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે પેન્ટિંગ અને ગાડીઓની હરાજીની રકમ સરકારી ખજામાં જમાં કરવામાં આવશે. લંડનની કોર્ટે PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી ફગાવી, 29 માર્ચ સુધી જેલમાં રહેવું પડશે નીરવ મોદીની ધરપકડ બાદ ભારત સરકાર બ્રિટન પાસેથી પ્રત્યાર્પણનો પ્રયાસ કરશે. સૂત્રોના મતે હવે સીબીઆઇ અને ઇડીની ટીમો લંડન જવા રવાના થશે. નીરવ મોદી મામલે ઇડી અને સીબીઆઇની ટીમ સતત યુકે ઓથોરિટી અને ભારતીય હાઇકમિશનના સંપર્કમાં છે.ED Sources: Enforcement Directorate gets permission from PMLA court in Mumbai to sell 173 paintings(in pic-one of the paintings). 11 cars to also be auctioned. NBW has been issued by PMLA court against Ami Modi, wife of Nirav Modi pic.twitter.com/0pw6EuV1k9
— ANI (@ANI) March 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement