શોધખોળ કરો
Advertisement
સપા નેતા આઝમ ખાન વિરુદ્ધ કથિત રીતે જમીન હડપવા મામલે EDએ દાખલ કર્યો કેસ
એજન્સીએ રાજ્યસભાના સાંસદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસ દ્ધારા દાખલ કરવામાં આવેલા ઓછામાં ઓછા 26 એફઆઇઆરને ધ્યાનમાં લેતા તેમના વિરુદ્ધ ઇડીએ રિપોર્ટ દાખલ કર્યો છે
લખનઉઃ ઉત્તરપ્રદેશ સરકાર દ્ધારા તાજેતરમાં ભૂમાફિયા જાહેર કરાયેલા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર હવે ઇડીએ કાર્યવાહી શરૂ કરી છે. ઇડીએ યુપીમાં કથિત જમીન ઝડપવાના અનેક મામલાઓને લઇને કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ ગુરુવારે આ જાણકારી આપી છે. અધિકારીઓએ કહ્યું કે એજન્સીએ રાજ્યસભાના સાંસદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસ દ્ધારા દાખલ કરવામાં આવેલા ઓછામાં ઓછા 26 એફઆઇઆરને ધ્યાનમાં લેતા તેમના વિરુદ્ધ ઇડીએ રિપોર્ટ દાખલ કર્યો છે. વાસ્તવમાં ઇડીની ECIR પોલીસ FIR સમાન છે. આઝમ ખાન અને અન્ય વિરુદ્ધ પ્રિવેશન ઓફ મની લોન્ડ્રરિંગ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે.
આઝમ ખાન જૌહર યુનિવર્સિટીના ચાન્સલર છે. જ્યાં મંગળવારે ઉત્તર પ્રદેશની પોલીસ દરોડા પાડ્યા હતા. દરોડામાં યુનિવર્સિટીની લાઇબ્રેરીમા કથિત રીતે એક મદરેસામાં ચોરી થયેલી પુસ્તકોમાં મળી હતી.દરોડા દરમિયાન તપાસમાં વિક્ષેપ કરવાના આરોપમાં આઝમના ધારાસભ્ય દીકરા અબ્દુલ્લા આઝમની પોલીસે અટકાયત કરી હતી.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ પોલીસે જમીન ઝડપવાના આરોપમાં આઝમ ખાન વિરુદ્ધ 26 કેસ દાખલ છે. જેમાં જૌહર યુનિવર્સિટી માટે ખેડૂતોની જમીન હડપવાનો કેસ પણ સામેલ છે. યુપી સરકારે તેમનું નામ ભૂ માફિયાની લિસ્ટમાં સામેલ કરી લીધું છે. આઝમ ખાન અને તેના સહયોગી વિરુદ્ધ 26 ખેડૂતોની પાંચ હજાર હેક્ટર જમીન હડપીને મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના નિર્માણમાં ઉપયોગ કરવાનો આરોપ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion