શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ખાનગી કંપનીના કર્મચારીઓ ૬૦ વર્ષ સુધી પેન્શન નહીં ઉપાડે તો મળશે આ લાભ
નવી દિલ્હીઃ 58 વર્ષ પછી પેન્શન નહીં ઉપાડનાર પેન્શનર્સને ૬૦ વર્ષ સુધી પેન્શનની રકમના ૮.૧૬ ટકા વધુ મળશે EPFOની કર્મચારી પેન્શન સ્કીમ હેઠળ ર૦ લાખ સબસ્ક્રાઇબર્સને આ પગલાનો લાભ મળશે અને સરકારને પેન્શન ફંડની ખાધમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળશે.
તાજેતરમાં જ EPFO એ નવું નોટિફીકશન જાહેર કર્યુ છે. જેમાં જણાવ્યા પ્રમાણે, 58 વર્ષ બાદ અને ૬૦ વર્ષની ઉમર સુધીમાં પેન્શન ઉપાડવામાં ન આવે તો દર વર્ષે પેન્શનની રકમમાં ૪ ટકાની વૃધ્ધિનો લાભ મળશે. વધુમાં જણાવ્યું હતું કે ''પ૯ વર્ષ સુધી પેન્શન નહીં ઉપાડનારને પેન્શનની મુળ રકમમાં ૪ ટકા અને ૬૦ વર્ષ સુધી નહીં ઉપાડનારને પેન્શનની રકમમાં ૮.૧૬ ટકા વૃધ્ધિનો લાભ મળશે. ૬૦ વર્ષ સુધી પેન્શન સ્કીમમાં યોગદાન આપનાર સભ્યોને પણ આ પગલાનો લાભ મળશે.58 વર્ષ બાદ યોગદાન પેન્શનપત્ર સર્વિસ અને પેન્શનમાં વેતનની ગણતરીમાં સામેલ કરાશે. સ્કીમ હેઠળના લાભ રપ એપ્રિલ ર૦૧૬ થી મળવાની શરૂઆત થશે. EPFO ના પેન્શનર ન હોય અને પ૮ વર્ષે નોકરીના ઓછામાં ઓછા ૧૦ વર્ષ પૂરા કર્યા હોય એવી વ્યકિતને જ નવા નિયમનો લાભ મળશે.
'એક અંદાજ પ્રમાણે પેન્શનના ઉપાડ માટે વયમર્યાદા વધારવાથી પેન્શન ફંડની ખાધમાં લગભગ રૂ.૩૦,૦૦૦ કરોડનો ઘટાડો થશે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ડ ફંડ સ્કીમ હેઠળ કંપનીના ૧ર ટકાના યોગદાનની ૮.૩૩ ટકા હિસ્સો મહિનો પુરો થયાના પંદર દિવસમાં પેન્શન ફંડમાં જમા થાય છે. જેમાં કેન્દ્ર સરકારનું યોગદાન ૧.૧૬ ટકા હોય છે કર્મચારી પ૮ વર્ષે નિવૃત થાય ત્યારે આ નાણાનો ઉપાડી કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion