શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બ્રિટનની જેમ દિલ્લીમાં પણ પૂર્ણ રાજ્ય માટે થાય મતદાનઃ કેજરીવાલ
નવી દિલ્લીઃ યુરોપીયન યૂનિયનથી બ્રિટનના અલગ થયા બાદ દુનિયા ભરના માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. મતદાન બાદ યુકે યૂનિયનથી અલગ થતા બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને રાજીનામાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ ભારતમાં દિલ્લીમાં પણ આવી રીતે મતદાનની માગ દિલ્લીના સીએમ અરવિંદ કેજરિવાલે કરી છે. આ અંગે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું.
અરવિંદ કેજરીવાલની સરકાર લાંબા સમયથી દિલ્લીમાં પૂર્ણ રાજ્યનો દરરજો મળે તેની માગ કરી રહ્યા છે. જો કે, દરેક વખતે તેમને કેંદ્રની નીતિ અને રાજકીય દબાણના કારણે આ મુદ્દાથી પિછેહટ કરવી પડી છે. બ્રિટનની હવાએ દિલ્લીના રાજકીય અરમાનો જગાડી દીધા છે. કેજરીવાલે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, યૂકે રેફરેંડમ બાદ દિલ્લીમાં પણ પૂર્ણ રાજ્યને લઇને મતદાન કરવામાં આવશે.
કેજરીવાલ પહેલા 'આપ'ના નેતા આશીષ ખેતાન પણ એવા રેફરેંડમની વાત કરી ચુક્યા છે. સીએમે ખેતાનના ટ્વીટને પણ રીટ્વીટ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion