શોધખોળ કરો
Advertisement
પૂર્વ CJI રંજન ગોગોઈનાં રાજ્યસભા જવા પર પૂર્વ સાથીએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- ન્યાયપાલિકાના સિદ્ધાંતો સાથે સમજૂતી કરી
ન્યાયમૂર્તિ જોસેફે ન્યાયપાલિકાની સ્વતંત્રતાના મહત્વને રેખાંકિત કરતા કહ્યું હતું કે આપણું રાષ્ટ્ર આ સિદ્ધાંતના કારણે મૂળ સંરરચના અને બંધારણીય મૂલ્યો પર મજબૂતીથી ટકેલું છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કુરિયન જોસફએ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભામાં નોમિનેટ કરવા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા, નિષ્પક્ષતાનાં સિંદ્ધાંતો સાથે બાંધછોડ કરી છે. જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ જે ચેલમેશ્નર, જસ્ટિસ કુરિયન અને જસ્ટિસ મદન લોકુરે જાન્યુઆરી 2018માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની વિરુદ્ધ પત્રકાર વાર્તા કરીને કેટલીક વિશેષ બેંચોને મહત્વપૂર્ણ કેસની મન ફાવે તેમ ફાળવણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
જસ્ટિસ જોસેફે કહ્યું હતું કે હું આશ્ચર્યચકિત છું કે કેવી રીતે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ કે જેમણે એક વખત ન્યાયપાલિકાની સ્વતંત્રતા બનાવી રાખવા માટે સાહસનું પ્રદર્શન કર્યું હતું. હવે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર મહાન સિદ્ધાંતો સાથે સમજુતી કરી છે.
ન્યાયમૂર્તિ જોસેફે ન્યાયપાલિકાની સ્વતંત્રતાના મહત્વને રેખાંકિત કરતા કહ્યું હતું કે આપણું રાષ્ટ્ર આ સિદ્ધાંતના કારણે મૂળ સંરરચના અને બંધારણીય મૂલ્યો પર મજબૂતીથી ટકેલું છે. તેમણે કહ્યું હતું કે તે જસ્ટિસ જે ચેલમેશ્વર, ગોગોઈ અને લોકુર સાથે એક અભૂતપૂર્વ પગલાં સાથે સાર્વજનિક રુપથી સામે આવ્યા હતા અને દેશને એ બતાવ્યું કે ન્યાયપાલિકાના આધાર પર ખતરો છે. હવે મને લાગે છે કે ખતરો મોટા પ્રમાણમાં છે.
કૉંગ્રેસે પૂર્વ પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈનાં રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યાનાં સંબંધમાં મંગળવારનાં આરોપ લગાવ્યો કે આ સરકારે ન્યાયપાલિકાનો આઘાત કર્યો છે. પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે, મોદી સરકારે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનાં કથનનું પણ ધ્યાન ના રાખ્યું જેમા તેમણે ન્યાયાધીશોની સેવાનિવૃત્તિ બાદ પદો પર નિયુક્તિનો વિરોધ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion