શોધખોળ કરો
Advertisement
ભાજપે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટની જવાબદારી આ નેતાને આપી, જાણો વિગત
શિવસેનામાં ઉદ્ધવ અને કોગ્રેસમાં અશોક ચવ્હાણને છોડીને તમામ લોકો મારા મિત્રો છે. આ ચર્ચિત નિવેદન તેમણે વર્ષ 2017માં કોગ્રેસ છોડ્યું હતું.
મુંબઇઃમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ મુખ્ય વ્યક્તિઓમાં સામેલ છે જે ભાજપને કોઇ પણ કિંમત પર દેવેન્દ્ર ફડણવીસ સરકારને બહુમત હાંસલ કરવામાં મોરચો સંભાળી રહ્યા છે. ભાજપના કોટાથી રાજ્યસભાના સાંસદ રાણેને આ મોરચા પર લગાવવા પાછળનું કારણ એ છે કે તે શિવસેના અને કોગ્રેસમાં લાંબા સમય સુધી રહી ચૂક્યા છે. બંન્ને પક્ષોમાં આજે પણ વરિષ્ઠ નેતાઓથી લઇને ધારાસભ્યો સુધી રાણેના સંબંધો સારા છે. કોગ્રેસના નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધો હોવાનું માનવામાં આવે છે. તે સાર્વજનિક રીતે કહે છે કે મારા મિત્રો તમામ જગ્યાએ છે. શિવસેનામાં ઉદ્ધવ અને કોગ્રેસમાં અશોક ચવ્હાણને છોડીને તમામ લોકો મારા મિત્રો છે. આ ચર્ચિત નિવેદન તેમણે વર્ષ 2017માં કોગ્રેસ છોડ્યું હતું.
તે અજિત પવારના સહયોગથી ફડણવીસના નેતૃત્વમાં બનેલી સરકાર માટે બહુમતનો જુગાડ કરવામાં ભાજપાથી મળેલી રાજ્યસભા બેઠકનું ઋણ ઉતારવા માંગે છે. વર્ષ 2018માં ગઠબંધન સહયોગી શિવસેનાના ભારે વિરોધ છતાં ભાજપે તેમને પોતાના કોટાથી રાજ્યસભા મોકલ્યા હતા. જ્યારે વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની પાર્ટી મહારાષ્ટ્ર સ્વામિમાન પક્ષને વિલય કરી દેવેન્દ્ર ફડણવીસે તેમને ભાજપમાં સામેલ કરી દીધા હતા. નારાયણ રાણેએ કહ્યુ હતું કે, ભાજપની સરકાર બનવા માટે તે પૂરતો પ્રયાસ કરશે. સામ,દામ, દંડ, ભેદ તો શિવસેનાએ મને શીખવાડ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement