Lok Sabha Poll of Polls 2024 Live: પાંચ એક્ઝિટ પોલમાં આંકડા સ્પષ્ટ, જાણો આ વખતે કોની બનશે સરકાર
Exit Poll Results 2024 LIVE Updates: લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલના પરિણામો થોડીવારમાં આવશે. ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થયું હતું.

Background
Exit Poll Results 2024 LIVE Updates: લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલના પરિણામો થોડીવારમાં આવશે. લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં મતદાન થયું હતું. 543 બેઠકો પર યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામ 4 જૂને આવશે.
-પ્રથમ તબક્કો- 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન.
-બીજા તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થયું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં ચૂંટણીની તારીખ બદલીને 7 મે કરવામાં આવી હતી.
-ત્રીજો તબક્કો- 7 મેના રોજ 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતના સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કાના બદલે 25 મેના રોજ મતદાન થયું હતું.
-ચોથા તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થયું હતું.
-પાંચમો તબક્કો- 20 મેના રોજ 8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન થયું હતું.
-છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 7 રાજ્યોની 58 સીટો પર મતદાન થયું હતું.
-સાતમો તબક્કો- 1 જૂને 8 રાજ્યોમાં 57 સીટો પર મતદાન થયું હતું.
NDA દેશભરમાં 543માંથી 353-383 સીટો કબજે કરી શકે
લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના તમામ તબક્કાઓ શનિવાર (1 જૂન, 2024)ના રોજ પૂર્ણ થયા હતા. આ પછી એક્ઝિટ પોલના પરિણામો પણ આવ્યા. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર બમ્પર સીટો સાથે સરકાર બનાવતી દેખાઈ રહી છે. આંકડાઓ અનુસાર આ વખતે એનડીએ ગઠબંધન અગાઉના આંકડાને પણ પાર કરશે. NDA દેશભરમાં 543માંથી 353-383 સીટો કબજે કરી શકે છે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 152-182 બેઠકો મળવાની આશા છે.
India TV-CNX Exit poll: NDA 400 પાર
India TV-CNX Exit pollમાં NDA 400નો આંકડો પાર કરી રહ્યું હોય તેવું લાગે છે. એક્ઝિટ પોલમાં એનડીએને મહત્તમ 401 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 139 સીટો મળવાની આશા છે.





















