કોરોના વાયરસ ક્યારે પીક પર આવશે ને ક્યારે થશે ભારતમાંથી તેનો અંત, - એક્સપર્ટ્સે આપ્યુ મોટુ નિવદેન
પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે, આગામી 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ માટે સરકારે અને હેલ્થ ડિપાર્ટમેન્ટે તૈયારી રાખવી જરૂરી છે. પ્રોફેસર એમ. વિદ્યાસાગરના મતે દેશમાં કોરોના હજુ પણ વધી શકે છે. તેમના કહેવા પ્રમાણે, આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે, હવે દરરોજ 4 લાખથી પણ વધુ નવા દર્દીઓ સામે આવી રહ્યાં છે. દેશમાં હાલ હૉસ્પીટલ, ઓક્સિજન અને ચિકિત્સા પ્રક્રિયાને લઇને બૂમો પડી રહી છે. આ બધાની વચ્ચે હવે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિકોએ કોરોનાની પીક અને તેના અંત વિશે વાત કરી છે. સરકારના મેથેમેટિકલ મૉડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરએ એક મોટી ભવિષ્યવાણી કરી છે.
પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે, આગામી 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ માટે સરકારે અને હેલ્થ ડિપાર્ટમેન્ટે તૈયારી રાખવી જરૂરી છે. પ્રોફેસર એમ. વિદ્યાસાગરના મતે દેશમાં કોરોના હજુ પણ વધી શકે છે. તેમના કહેવા પ્રમાણે, આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે.
7 મેના રોજ કોરોના પીક પર હશે અને ત્યારબાદ કેસની સંખ્યા ઘટવાનું શરૂ થશે. પ્રોફેસર એમ. વિદ્યાસાગરનુ કહેવુ છે કે આ સમયે દેશમાં કોરોના જુદાજુદા રાજ્યોમાં પણ ચરમ પર હશે. જો આ ભવિષ્યવાણી સાચી પડે તો સમગ્ર દેશ માટે રાહતના સમાચાર ગણાશે. આ સપ્તાહના અંત સુધીમાં દેશ કોરોનાની બીજી લહેરની પીકને પાર કરી જશે. બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઇ હતી, હવે જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર છે ત્યાં કોરોનાના કેસ ધીરે-ધીરે પીક પર આવશે અને તેમનું ડિક્લાઈન પણ સ્લો રહેશે. પરંતુ જે રાજ્યો મહારાષ્ટ્રની નજીક છે ત્યાં કોરોના જલ્દી પીક પર આવશે અને જોખમ પણ જલ્દી જ ઘટવા લાગશે.
પ્રોફેસર એમ. વિદ્યાસાગરના મતે મે મહિના બાદ કોઈ રાજ્યમાં કોરોના પીક પર નહીં રહે તેવી સંભાવના છે. વધુમાં વધુ આગામી 10-15 દિવસમાં ભારતનું દરેક રાજ્ય પીક પર હશે અને ત્યાંથી જ કેસ ઘટવાની શરૂઆત થશે. કોરોનાની બીજી લહેર જેટલી વધારે ગતિથી ઉપર આવી હતી તેટલી જ ઝડપથી નીચે પણ જશે.